________________
આત્મવીર્ય એટલે આત્માનો ઉલ્લાસ ને શક્તિ જબરજસ્ત હોય.
આત્મવીર્યનો અભાવ ત્યાં કષાયોની અસરો થાય. ભૌતિક સુખમાં જ રાચે, તેને આત્મવીર્ય ખલાસ થઈ જાય. એ તો ભૌતિક સુખનો, દેહની લાલસાઓ બધી અભાવ કરી દે, તો આત્મવીર્ય વધે. જ્ઞાની પુરુષ પાસે આવે તો સંપૂર્ણ આત્મવીર્યવાન બનાવી શકે.
આત્મશક્તિઓને તો આત્મવીર્ય કહેવાય. આત્મવીર્ય ઓછું તેમ ક્રોધ-માન-માયા-લોભ નબળાઈ ઉત્પન્ન થાય. અહંકારને લઈને આત્મવીર્ય તૂટી જાય. જેમ અહંકાર ઓગળે તેમ આત્મવીર્ય પ્રગટે.
[૪] અનંત સુખધામ
(પોતાનો) આત્મા અનંત સુખનું ધામ છે, છતાં લોક બહારથી સુખ ખોળ ખોળ કરે છે. સુખ એવું હોવું જોઈએ કે જેના પછી ક્યારેય દુઃખ ના આવે. એવું એકુંય સુખ હોય તો શોધી કાઢ. સુખ પોતાના સ્વમાં છે, તે શાશ્વત સુખ છે, પણ લોક નાશવંત ચીજોમાં સુખ શોધવા નીકળ્યા.
આત્મા જાણ્યા વગર તો એ સુખ પ્રાપ્ત થાય નહીં. જ્ઞાની પુરુષ મળે તો એ પોતાના સુખનું ભાન કરાવે. પછી એ સુખ વર્ત્યા કરે.
એ પરમ સુખ આવ્યા પછી ક્યારેય દુઃખ હોય જ નહીં. પછી ફાંસીએ ચઢાવે તોયે દુ:ખ હોય નહીં. ફાંસીએ પુદ્ગલ ચઢે, આત્મા ફાંસીએ ચઢે નહીં. જાણનારો જાણે ને ફાંસીએ ચઢનારો ચઢે.
સ્વરૂપ જ્ઞાન પછી જેમ જેમ આવરણ તૂટે એમ આનંદ ઉત્પન્ન થાય. આત્મજ્ઞાન પામ્યો નથી ત્યાં સુધી મનનો આનંદ થાય. એ મસ્તીવાળો હોય, જ્યારે આત્માનો નિરાકુળ આનંદ હોય.
આનંદ અને સુખમાં બહુ ફેર. આનંદ આત્માનો હોય, શાશ્વત હોય, જ્યારે આ (સંસારના) સુખ એ તો વેદના છે. વધી જાય તો દુઃખ થઈ જાય. સુખ એ શાતા વેદનીય છે, ઠંડક આપે, જ્યારે દુઃખ એ અશાતા વેદનીય છે, ગરમી આપે.
બરફને અડે તો ઠંડું લાગે, ગરમીમાં એ સુખ લાગે ને ઠંડીમાં એ
28