________________
પછી પોતાના ઐશ્વર્યનું પોતાને ભાન થાય છે. પોતે જ ચૈતન્ય પરમાત્મા છે.
દાદાશ્રી કહે છે, લોકોને જેવી દુનિયા દેખાય, એવી અમને પણ દેખાય. ફક્ત અમને રાગ-દ્વેષ ના હોય, એટલો જ ફેર. બીજું, લોકોને જે ના દેખાય એવું તો અમને ઘણું બધું દેખાય અને એ જ અમારા જ્ઞાનની વિશાળતા છે, ઐશ્વર્યપણું છે. દેહનું માલિકીપણું ના હોય તો જ ઐશ્વર્ય
પ્રગટ થાય.
લોભ-લાલચના પ્રસંગમાં ‘હું અનંત ઐશ્વર્યવાળો છું’ બોલે તો એ પરમાણુ ખરી પડે ને એની અસરો ના થાય.
જેટલી ચિત્તવૃત્તિ વિખરાય કે ઐશ્વર્ય ઓછું થતું જાય અને જેટલી મૂળ જગ્યાએ સ્ટેબિલાઈઝ (સ્થિર) થાય કે ઐશ્વર્ય ઉત્પન્ન થાય.
ઐશ્વર્ય ઓછું થતું જાય. તેથી તો તમને કેટલાક લોકો ડખો કરે, હેરાન કરે, બૉસ ટૈડકાવે, એ બધું સહન કરવું પડે છે. ઐશ્વર્ય ઓછું થાય ત્યારે ટૈડકાવેને ! નહીં તો ઐશ્વર્યવાનને તો આમ ટૈડકાવવા માટે આવે, તે એનું મોઢું જોતા ગભરામણ થઈ જાય. માટે ઐશ્વર્યની જરૂર છે.
આ બધા મહાત્માઓને ‘જ્ઞાન’ મળ્યા પછી બિલીફમાં આવી ગયું છે પણ વર્તનમાં નથી રહેતું. વર્તન એ પહેલા જે રોંગ બિલીફ હતી, તેનું ફળ આવ્યું છે. તે ભોગવ્યે જ છૂટકો. પણ અત્યારે બિલીફ સમ્યક્ત્ થઈ ગઈ છે, ઐશ્વર્ય એક ક૨વા તરફ બિલીફ છે, તેનું ફળ પછી આવશે. [3.3] અનંત વીર્ય
અનંત વીર્ય એટલે શું ? જ્ઞાન-દર્શનથી ચારિત્ર પ્રગટ થાય ને સ્વચારિત્રથી અનંત વીર્ય પ્રગટે, એ જ અનંત વીર્યની દશા. એનાથી દરેક પદાર્થ-વસ્તુ દેખાય, એના દ્રવ્ય-ગુણ-પર્યાય, ભૂતકાળથી લઈને ભવિષ્યકાળ, બધા જ દેખાય.
આત્માના ગુણોની રમણતામાં આત્મજ્ઞાની રહી શકે, પણ જેનામાં અનંત વીર્ય પ્રગટે (તીર્થંકરો કે જ્ઞાની પુરુષ) તે તો માથે હાથ અડાડે ને સામાનું કામ કાઢી નાખે.
27