________________
જતા વિઘ્નો અનેક પ્રકારના છે, તે પોતાની શક્તિથી ઓળંગીને મોક્ષે જાય. પછી એ શક્તિઓનો સ્ટૉક એની પાસે રહે.
સેલ્ફનું રિયલાઈઝ કર્યું કે અનંત શક્તિ પ્રગટ થઈ ગઈ.
મનથી કે દેહથી નિર્બળતા લાગે તો ‘હું અનંત શક્તિવાળો છું’ બોલાવોને તો શક્તિ પ્રગટ થઈ જાય.
આત્માની અનંત શક્તિ છે. જે બાજુ જેટલી ફેરવવી હોય, એટલી ફેરવી શકાય. પણ ‘શું થશે' કહ્યું કે શુંયે થઈ જાય ! તે આત્મા પાસે શક્તિ માગને, અંદર જ છે. કાં તો આત્માને ઓળખ અને તે રૂપ થા, તો શક્તિઓ વ્યક્ત થાય.
[૩.૨] અનંત ઐશ્વર્ય
આત્મા પરમ ઐશ્વર્યવાળો છે, પણ પોતાને એનું ભાન જ નથી. આવરણને લઈને બધું ઐશ્વર્ય રૂંધાયું છે. જેટલા અંશે લાઈટ નીકળે એટલા અંશે એને ફળ મળે છે. આત્મા તો સર્વાંશ જ છે. અંશરૂપે હોય તો સર્વાંશ થાય જ નહીં. પણ જ્ઞાની પુરુષે સર્વાંશ આત્મા પ્રગટ થયેલો જોયો, બધામાં તે સ્વરૂપે જ છે.
અનંત શક્તિ છે, અનંત ઐશ્વર્ય છે પણ પોતાને ખ્યાલ નહીં હોવાથી ચિંતા-ઉપાધિ-મુશ્કેલીઓ ભોગવવી પડે છે. બાકી કોઈ કોઈનો ઉપરી છે નહીં.
મનુષ્ય મૂળ સ્વરૂપે પરમાત્મા જ છે. પોતાનું અનંત ઐશ્વર્ય પ્રગટ થાય તેમ છે, પણ ઈચ્છા કરી કે મનુષ્ય થઈ ગયો.
દાદાશ્રી જ્ઞાનવિધિ કરાવે છે, તે આખું કેવળજ્ઞાન જ છે. બે કલાકમાં મોક્ષ આપે એવું ગજબનું ઐશ્વર્ય એમનું પ્રગટ થયેલું છે. જગતના લોકોને આ દાદાનું ઐશ્વર્ય ખ્યાલમાં આવ્યું નથી. આ કાળમાં ભેદિવજ્ઞાની પ્રગટ્યા તે મોટું આશ્ચર્ય છે ! લાખો અવતારે ઠેકાણું ના પડે, તે બે કલાકમાં દિષ્ટ ફરી જાય છે ને આત્મજ્ઞાન થઈ જાય છે.
જ્ઞાનવિધિમાં પોતાને ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિ બેસી જાય છે.
26