________________
૨OO
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
વિનાશી ચીજોમાં સુખબુદ્ધિ કોઈ જગ્યાએ રહે નહીં. વિનાશી ઉપર બધી પરિણતિ ખલાસ થઈ ગઈ છે, એને લાયક સમકિત કહ્યું.
સમ્યકત્વ એ દષ્ટિ છે અને તેનાથી સ્વપરિણતિ ઉત્પન્ન થાય. જ્યાં સુધી ઉપશમ સમ્યકત્વ છે, ક્ષયોપશમ છે, ત્યાં સુધી એને લાયક ના કહેવાય. અને ક્ષાયક થઈ એટલે પરપરિણતિ જ ના હોય. આ મહાત્માઓને પરપરિણતિ નથી. એ પોતે સમજતા નથી કે અમને (પરપરિણતિ) નથી પણ છતાં હું કહું છું કે નથી. સ્વપરિણતિમાં જ મુકામ છે અને સ્વપરિણતિ એ જ શુક્લધ્યાન. એને શુક્લધ્યાન ને ધર્મધ્યાન બે રહે, કારણ કે મારી આજ્ઞામાં રહેવાનું. આખો દહાડો સંસાર વ્યવહારમાં, છોકરાં બધું પૈણાવવાનું. એટલે ત્યાગ તો એમણે બધો જ કરી નાખ્યો છે. આ સાધુ-સંન્યાસીઓએ ત્યાગ અડધો કર્યો છે અને આમણે તો બધો જ કરી નાખ્યો છે, અહંકાર ને મમતા બેઉ ગયેલી છે.
પ્રશ્નકર્તા ઃ શુક્લધ્યાન એ આત્માનું પરિણામ કહેવાય છે ?
દાદાશ્રી : હા, સ્વાભાવિક પરિણામ એ ચોથું ધ્યાન, સ્વાભાવિક પરિણતિ.
પ્રશ્નકર્તા : તો પછી પહેલા જે ત્રણ ધ્યાન, આર્ત-ધર્મ અને રૌદ્રધ્યાન એ પુદ્ગલ પરિણતિ કહેવાય ને ?
દાદાશ્રી : હા, પુદ્ગલ પરિણતિ અને તે (મહાત્મા માટે) ત્રણ ધ્યાન પુદ્ગલના પરિણામ છે, અહંકારના પરિણામ.
જ્ઞાનપ્રાપ્તિ પછી પરપરિણામને ન માને પોતાના
આપણું વિજ્ઞાન તમને પહેલે દહાડે સ્વપરિણતિમાં મૂકે છે. આ અક્રમ જ્ઞાન મળ્યા પછી પરપરિણતિ થતી જ નથી. તેને જૈનોએ બહુ મોટામાં મોટું કહેલું છે. પરપરિણતિ ના ઉત્પન્ન થાય એ બહુ મોટું કહેવાય. તે તો આપણે જ્ઞાન આપીએ ત્યારથી જ નથી રહેતી પરપરિણતિ. તમારે રહે છે પરપરિણતિ?