________________
(૮.૨) સ્વપરિણતિ-૫૨પરિણિત
૧૯૯
‘સ્વપરિણતિ' અક્રમે બે ક્લાકમાં જ
પરપરિણતિ ને સ્વપરિણતિની સમજ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી અહીં સત્સંગમાં આવીને ખુલાસા કરી લેવા જોઈએ. આ પરપિરણિત ને સ્વપરિણતિને જુદા પડે એવું આ ભેદકજ્ઞાન છે. જે સ્વપરિણતિ ને પરપરણિત વીતરાગની ભાષામાં સમજ્યો, તેને ભેદજ્ઞાન થયું એમ કહેવાય.
પ્રશ્નકર્તા : દાદા, અમારે સ્વપરિણતિ કેવી રીતે થાય ?
દાદાશ્રી : આ જે જ્ઞાન છે એ તો અજાયબ વિજ્ઞાન છે ! તેનાથી પહેલી ‘વસ્તુ’ની પ્રતીતિ બેસે, ‘જ્ઞાની પુરુષ'ની કૃપાથી. પછી પ્રતીતિ આગળ વધતી વધતી સંપૂર્ણ દર્શનમાં પહોંચે. સંપૂર્ણ દર્શનમાં પહોંચે એવું આ ‘અક્રમ જ્ઞાન’ છે. ત્યાર પછી ‘સ્વપરિણિત’ શરૂ થાય. ‘વસ્તુ’માં જ્યારે પુરુષાર્થ જાગે, ‘વસ્તુ’નો સ્વાભાવિક પુરુષાર્થ જાગે, ‘વસ્તુ’ સ્વરૂપે થાય, ત્યારે ‘સ્વપરિણતિ' ઉત્પન્ન થાય ! સ્વપરિણતિ એ અલૌકિક વસ્તુ છે ! લૌકિકમાં જોવામાં કે સાંભળવામાં નથી આવી એવી આ વસ્તુ છે !
આ તો ઈલેવન્થ વન્ડર ઑફ વર્લ્ડ ! અગિયારમા આશ્ચર્ય તરીકે બહાર પડશે આ. બે કલાકમાં આખી પરિણિત જ ફેરફાર થઈ જાય. પરપરિણતિમાં હતો તે સ્વપરિણતિમાં આવી જાય. પરપરિણતિ આખી ઊડી જાય છે. પછી ગમે તે નાતનો હોય તેનો વાંધો નથી.
તમારે તો આ બે કલાકમાં જ કરેક્ટ, અને આવું બનેલું નહીં આ. વિધિન ટુ અવર્સ આટલું બધું કામ થાય છે, એવું બનેલું જ નહીં અને તે ક્ષાયક સમિતિ. આ કાળમાં શાસ્ત્રોએ ના પાડી છે એવું ક્ષાયક સમકિત તૈયાર થઈ જાય છે.
પરપરિણતિથી થયા મુક્ત, ક્ષાયક સમકિતે
પ્રશ્નકર્તા : ક્ષાયક સમકિત વિશે ફોડ પાડશો.
દાદાશ્રી : ક્ષાયક સમકિત એટલે શું ? પરપરિણતિ જ નહીં, નિરંતર સ્વપરિણતિ જ રહે તે !