________________
૧૯૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
સ્વપરિણતિમાં છે એ સંન્યસ્ત પ્રશ્નકર્તા આપે જે સંન્યાસી શબ્દ કહ્યોને, તો એ ખરા સંન્યાસીનો અર્થ સમજાવો. એમની સ્વપરિણતિ, સ્વપરિણામ કેવા હોય?
દાદાશ્રી : પરપરિણામને અને સ્વપરિણામને સમજીને ચાલતા હોય તે સંન્યાસી કહેવાય. પરપરિણામને અને સ્વપરિણામને જે જાણી શકે તે સંન્યાસી.
પ્રશ્નકર્તા અને દાદા, સંન્યાસનો અર્થ સમજાવો, સંન્યસ્ત !
દાદાશ્રી : સંન્યાસ તો પરપરિણતિને ખસેડ ખસેડ કરે. ક્રમિક માર્ગમાં પરપરિણતિને ખસેડ ખસેડ કરે. અને એને આ સંસાર ડખામાં પડેલી ના હોય કશી.
જે સંસારમાં રહે છે, બધી રીતે સંસારી છે, પણ સંસારના ભાવમાં એટલે પરભાવમાં નથી, જે સ્વપરિણતિમાં છે એ સંન્યસ્ત છે. અગર સ્વપરિણતિમાં જેની શરૂઆત થઈ છે, હજુ પૂર્ણાહુતિ નથી થઈ એ સંન્યસ્ત.
આચાર્ય ભગવંતને હોય ઘણી ખરી સ્વપરિણતિ પ્રશ્નકર્તા આચાર્ય ભગવાનની પરિણતિ કેવી હોય ?
દાદાશ્રી : આચાર્ય ભગવાન તો કેવો હોય ? કે પોતે સ્વ-પરનું જ્ઞાન ધરાવતા હોય અને પરપરિણતિમાં થોડા કાચા હોય. સ્વપરિણતિ જ હોય ઘણી ખરી.
પ્રશ્નકર્તા: પરપરિણતિમાં થોડા કાચા હોય એ ના સમજાયું.
દાદાશ્રી : પરપરિણતિમાં થોડા કાચા હોય એટલે એ શું કરે કે બીજા બાબતમાં કર્તા છું' એવું ના કહે, પણ આ ભણીએ છીએ, ભણાવડાવીએ છીએ એ બધામાં અમે કર્તા છીએ. આચાર પળાવડાવીએ છીએ તેમાં અમે કર્તા છીએ. એ પરપરિણામના એટલા ભાગના કર્તા રહેલા હોય છે. એ તો ચાલી શકે, એ ક્રમિક માર્ગમાં થોડાઘણા પરપરિણામના કર્તા હોય તો જ આચાર્ય કહેવાય.