________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આજ્ઞાનું ફળ જ છે. એટલે તમારે એ ફળ લાવવાની જરૂ૨ નથી, તમારે તો આજ્ઞા પાળવાની જરૂર છે.
સ્વભાવથી છે જ અપ્રતિબદ્ધ, હવે જરૂર દૃઢતાતી
‘હું શુદ્ધાત્મા છું’, સ્વભાવ ભાવ સિવાય બીજો ભાવ જ ઉત્પન્ન ના થાય, પરભાવ જેને ઉત્પન્ન જ ના થાય, એ અપ્રતિબદ્ધ કહેવાય. નહીં તો પ્રતિબદ્ધ છે જ, બંધાયેલો જ છે ને પરભાવમાં !
૧૯૦
પ્રશ્નકર્તા : દાદા, આપે તો બહુ સાદો અર્થ કર્યો. આ અપ્રતિબદ્ધપણું એટલે તો સ્વભાવમાં આવવું.
દાદાશ્રી : હા, ભાવથી સ્વભાવમાં રહેવું. પરભાવથી પ્રતિબદ્ધ અને સ્વભાવથી અપ્રતિબદ્ધ. તમે સ્વભાવમાં જ આવેલા છો, છોયે સ્વભાવમાં. પણ હવે શું થાય ?
પ્રશ્નકર્તા : દાદા, અમે અપ્રતિબદ્ધ દશામાં છીએ ?
દાદાશ્રી : હા, છો ને, પણ એ તમને એટલી દૃઢતા આવવી જોઈએને કે નહીં, હું અપ્રતિબદ્ધ જ છું, પુરાવા સહિત. પુરાવા સહિત હોવું જોઈએ પાછું. એ દશા મેં આપેલી છે તમને, પ્રાપ્ત થયેલી છે. તમે કારખાના ચલાવો છો ને અપ્રતિબદ્ધપણે વર્તો છો, જુઓને ! એ કેવી અજાયબી આ કાળમાં ! પછી શું ?
પ્રશ્નકર્તા : દાદા, હજુ અપ્રતિબદ્ધ દશાની તો શરૂઆત છે.
દાદાશ્રી : શરૂઆત છે. એટલે એ ગાઢ થવું જોઈએ. એ માન્યતા ગાઢ થવી જોઈએ. તમે આ છો, પણ એ માન્યતા હજુ ગાઢ થઈ નથી. એ બિલીફ ગાઢ થવી જોઈએ, સમ્યક્ દર્શન ! છો તો એ જ, પણ હજુ ગાઢ થયું નથીને ! ગાઢ તો પહેલાનું, તે પહેલાનું પાછું યાદ આવ્યા કરે.
܀܀܀