________________
(૮.૧) સ્વભાવ : પરભાવ
૧૮૯
જો આજ્ઞા પાળશો તો પરભાવ ને પરદ્રવ્યની ભડક રાખશો નહીં. એ જો ભડક રહી હોતને તો આ માર્ગ કહેવાત જ નહીં કે મેં તમને મોક્ષ આપ્યો છે એવું. એટલે એ ભડક નથી, માટે તમારે કોઈએ ભડકાટ રાખવાનો નહીં.
એટલે કોઈ ગભરાશો નહીં. એમાં તન્મયાકાર થાય તોય એ પરભાવમાં કે પરદ્રવ્યમાં નથી. જો આજ્ઞા પાળો છો તો આ નથી અને આ છે તો આજ્ઞા પાળી શકાય નહીં. એટલું બધું વૈજ્ઞાનિક છે આ તો બધું. વિજ્ઞાન આખું પૂરું કરે તો એક જ માણસ આખા બ્રહ્માંડને એ (આશ્ચર્ય) કરી નાખે.
પ્રશ્નકર્તા: આવો વિચાર આવ્યો એટલે મારી જાગૃતિ ઓછી અને આજ્ઞાનું પાલન ઓછું થાય છે એવો અર્થ થયો ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં. આ તો આ સમજણનો ખુલાસો થયેલો નહીંને એટલે આવું થાય. આ સમજણનો એક ફેરો ખુલાસો થઈ ગયો એટલે ફરી ના થાય.
પ્રશ્નકર્તા: પરભાવમાં ચાલ્યું જવાય છે એટલે આજ્ઞામાં નથી રહેવાતું એમ કહેવાય ?
દાદાશ્રી : હવે પરભાવમાં જતું જ નથી. પરભાવ વસ્તુ જુદી છે. બીજું જાય છે એ. પરભાવ હોતો નથી.
(હવે) એ કર્મની નિર્જરા જ થયા કરે. કંઈ વાંધા જેવું નથી એમાં. પરભાવ તો કર્મ બંધાય, ચાર્જ થાય અને ચાર્જ થાય એટલે ચિંતા શરૂ થઈ જાય. અને ચિંતા થાય એટલે ભટકવાનું દુનિયામાં, સંસાર મંડાયો. આ વિજ્ઞાન એમાં પરદ્રવ્ય અને પરભાવ છે જ નહીં. જો હોત તો એ સમાધિ આપે જ નહીં.
પ્રશ્નકર્તા ઃ એટલે આજ્ઞા પાળવી એ જ મુખ્ય છે ?
દાદાશ્રી : બસ, બીજું કશું જ નહીં. આપણે આજ્ઞા પાળશોને, એ એનું ફળ જ આ છે. પરભાવથી મુક્તિ અને સ્વભાવમાં રહેવું એ જ આ