________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
‘મને’ થાય છે એ જ બંધન છે, એ જ પરભાવ છે. પરભાવને સ્વભાવ માને એ જ બંધન. પરભાવ કેમ ? પરસત્તાને આધીન છે. શાસ્ત્રોમાં શું લખ્યું છે, કે (આત્મા) સ્વભાવથી અકર્તા છે. આ વિભાવથી,
વિશેષભાવથી કર્તા છે અને માટે ભોક્તા છે.
૧૮૮
જ્ઞાત પછી રાગ-દ્વેષ એય ડિસ્ચાર્જ
પ્રશ્નકર્તા : રાગ-દ્વેષને ભાવ કહે છે એ બરાબર નથી ?
દાદાશ્રી : આ જ્ઞાન પછી રાગ-દ્વેષ એય છે તે ડિસ્ચાર્જ વસ્તુ છે. તમારે કરવાનું ના ગમતું હોય છતાંય કરવું પડે, તે પહેલાનો રાગ હતો તેથી. બધી ડિસ્ચાર્જ થતી વસ્તુઓ છે.
ખરાબ વિચાર આવતા હોય, તે તમને ના ગમતા હોય, તો તમને એના કર્મ બંધાય નહીં. મહીં વિચાર આવતા હોય ને તમે એમ કહો કે આ આમ જ કરવા જેવું છે, તો કર્મ બંધાય.
બાકી, મનેય ડિસ્ચાર્જ થયા કરે છે, વાણીયે ડિસ્ચાર્જ થયા કરે છે અને આ બૉડીયે (કાયાયે) ડિસ્ચાર્જ થયા કરે છે. ત્રણેવ બૅટરીઓ ડિસ્ચાર્જ જ થયા કરે છે.
દ્રવ્ય એ ડિસ્ચાર્જ થનારી વસ્તુ છે અને ભાવ એ અંદર ઉત્પન્ન થતી વસ્તુ છે. એ અંદર આપણો અભિપ્રાય હોય તે વખતે ભાવમાં. આજ્ઞાપાલન ત્યાં તા રહે પરભાવ
પ્રશ્નકર્તા : વ્યવહારમાં જો અતિક્રમણ થઈ જાય તો તુરંત પ્રતિક્રમણ કરી નાખવાનું આપે સૂચન કર્યું છે, પણ જો નિજ સ્વભાવમાંથી પરભાવ કે પરદ્રવ્યમાં ખેંચાઈ જવાય કે તેમાં જ તન્મયાકાર થઈ જવાય તો શું કરવું ? પરભાવ કે પરદ્રવ્યમાં તન્મયાકાર થવું એ શુદ્ધાત્માનું અતિક્રમણ થયું કહેવાય ? કૃપા કરીને સમજાવશો.
દાદાશ્રી : અમારી જે આજ્ઞા પાળે તે પરભાવમાં જઈ શકે નહીં. એને જવું હોય તોય નહીં જવાય. પરદ્રવ્યમાં ખેંચાય જ નહીં.