________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આ દેહનો વીસ વર્ષથી માલિક થયો નથી, આ મનનો માલિક નથી, આ વાણીનો માલિક નથી. માલિકી ભાવના દસ્તાવેજ જ ફાડી નાખેલા છે. એટલે એની જવાબદારી જ નહીંને ! એટલે જ્યાં માલિકી ભાવ ત્યાં ગુનો લાગુ થાય. માલિકી ભાવ નથી ત્યાં ગુનો નથી. એટલે અમે તો સંપૂર્ણ અહિંસક કહેવાઈએ. કારણ કે આત્મામાં જ રહીએ છીએ, હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ અને ફોરેનમાં હાથ ઘાલતા જ નથી. એટલે આ બધા હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસક છીએ.
જ્ઞાતી રહે સદા અસ્પર્શ્વ તે ફ્રેશ
૧૮૪
હું કેવળ અસ્પર્શ સ્વભાવી છું. અમે અસ્પર્થમાં જ રહેવાના, એટલે પછી ભાંજગડ નહીં. આપણું જ્ઞાન લીધેલું હોય પણ જે સ્પર્શમાં રહે છે જેટલા કંઈક અંશે, તે બન્નેને થાક લાગે, દેહનેય થાક લાગે ને આત્માનેય થાક લાગે. અને અસ્પર્શ (હોય એ) પોતાને થાક ના લાગે ને દેહનેય થાક ના લાગે. પોતપોતાના સ્વભાવમાં જ હોયને !
પ્રશ્નકર્તા : પોતાના સ્વભાવમાં રહે તો વિશેષ ભાવ ઉત્પન્ન થાય નહીંને ત્યાં ?
દાદાશ્રી : એથી હું કહું છું, કે ‘અલ્યા ભાઈ, દાદા રોજ આવે છે ને ભેગા થાય છે રોજ, પણ કંટાળો નથી (આવતો), વાસી લાગતા નથી ?’ ત્યારે કહે, ‘ના, વાસી નહીં, એ તો ફ્રેશ લાગે છે.’ ‘ફ્રેશ લાગે છે, હા. વાસી નથી લાગતા', કહે છે. વાસી લાગે તો કંટાળો આવે આપણને.
અસ્પર્ય સ્વભાવ વર્તાય સ્વ-સ્વભાવમાં
:
પ્રશ્નકર્તા ઃ સ્વભાવની ખામીથી મોક્ષ જતો રહે છે, એવું આપે જે કહ્યું'તું એ વિશે વિશેષ સમજાવો.
દાદાશ્રી : એક ફેરો આત્મસ્વભાવ સમજી લીધો, પછી એમાં ખામી આવે ત્યારે મોક્ષ જતો રહે. મઠિયાથી તદન ન્યારો રહેનારો આત્મસ્વભાવ.