________________
(૭.૩) અસ્પર્થ
છે અમદાવાદ, એ એના ધ્યાનમાં જ રહે. એ રીતે ‘હું શુદ્ધાત્મા’ એના ધ્યાનમાં જ રહે. અને વિજ્ઞાન પ્રાપ્ત થયું છે. નિરંતર ‘શુદ્ધાત્મા છું’ એવું ભાન છે તમને. કો'કને ગાળ દો છો, તોય પણ તમે શું છો ? તો કહેશે, હું શુદ્ધાત્મા છું. અને ગાળ જેને દે છે તેય શુદ્ધાત્મા છે, એવું તમને લક્ષમાં છે, ધ્યાનમાં છે. ગાળ દે છે એ વ્યવહાર કરે છે, વ્યવહારને છેદે છે.
૧૮૩
આત્મજ્ઞાને વિમુખ થાય સંપૂર્ણ પાપકર્મથી
પ્રશ્નકર્તા : દાદા, બીજો એક પ્રશ્ન છે કે દરેક મનુષ્ય કોઈ ને કોઈ પ્રકારે પાપમાં તો પડેલો હોય જ છે. જ્ઞાન લેવાથી જ્ઞાન લેનાર વ્યક્તિ પાપથી ધીરે ધીરે વિમુખ બને ખરી ?
દાદાશ્રી : ધીરે ધીરે નહીં, સંપૂર્ણ પાપથી વિમુખ થાય, કારણ કે પાપ કરનાર અને પોતે બે જુદા થઈ જાય. અને પછી પોતાની નવી શક્તિ વધે નહીં, જે પાપ કરનાર હતો તે ડિઝોલ્વ થયા કરે છે રોજ રોજ. કારણ કે જે અહંકાર હતો તે ઊડી ગયો અને પોતે જુદો પડી ગયો. એટલે પેલું ડિઝોલ્વ થયા કરે છે. એટલે જ્ઞાન જ્ઞાનમાં ભળે છે અને જડ જડમાં ભળે છે. ચેતન ચેતનમાં ભળે છે ને જડ જડમાં ભળે છે, બેઉ જુદા જ પડી જાય છે. મત-વચત-કાયાનું માલિકીપણું જતા, થાય સંપૂર્ણ નિષ્પાપી
પ્રશ્નકર્તા ઃ આ વનસ્પતિ તોડીએ એમાં પાપ નથી ?
દાદાશ્રી : આ પાપ તો, નર્યું આ જગત જ પાપમય છે. જ્યારે આ દેહનો માલિક નહીં હોય તો જ નિષ્પાપી થાય, નહીં તો આ દેહનો માલિક છે ત્યાં સુધી પાપ જ છે બધા.
શ્વાસ લઈએ તો કેટલાય જીવ મરી જાય ને છોડતાય કેટલાય જીવ મરી જાય ! અમથા આપણે કેંડીએને, તો કેટલાય જીવોને આપણો ધક્કો વાગ્યા કરે છે, આમ દેખાતા નથી એવા જીવોને.
નર્યું પાપ જ છે બધું પણ ‘આ દેહ નથી હું’ એવું જ્યારે ભાન થશે, દેહનું માલિકીપણું નહીં હોય, ત્યારે (પોતે) પાપથી નિષ્પાપ થશે. તે હું