________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
એને, પણ આ તો સ્પર્શેય ના થાય. ભેગું રહેવા છતાં સ્પર્શે નહીં, અસ્પ છે. ત્યારે એ આત્મા કેવો ? ટંકોત્કીર્ણ !
પ્રશ્નકર્તા ઃ એનો અર્થ જળ-કમળ-વત્ ગણાય ?
દાદાશ્રી : ના, જળકમળવતેય નહીં. એ બધા પ્રભાવ પાડે છે એકબીજા ઉ૫૨. આ તો પ્રભાવેય ના પાડે.
સર્વે અવસ્થાઓમાં આત્મા અસ્પર્શ્વ
૧૮૨
આત્મા-અનાત્માનો અસ્પર્થ સ્વભાવ છે પણ અનાદિની ભ્રાંતિ છે. માન્યતામાં જ ભૂલ છે કે આ હું છું, એ રોંગ બિલીફ છે. એટલે અવસ્થાઓ બદલાયા જ કરે છે, પણ દરેક અવસ્થાઓમાં મારું જ્ઞાન મેલું થતું નથી. જાનમાં, લગ્નમાં, ઘરમાં, માર્કેટમાં, બહાર બધે અસ્પર્થ સ્વભાવ છે.
આત્મા અસ્પર્થ સ્વભાવવાળો છે. આત્મા રાગેય કરતો નથી છતાં તે અહંકાર કરે છે કે મેં રાગ કર્યો. લોકો જેમ માને છે તેમ જો આત્મા ભોગવતો હોય તો એક જ વખત ભોગવે તો પુદ્ગલ થઈ જાય. આત્મા ક્યારેય વિષય ભોગવતો જ નથી. વિષયથી જુદો છે, બધાથી જુદો જ છે આત્મા. આત્મા કોઈ વસ્તુને સ્પર્શ કરે એવો છે જ નહીં. અસ્પર્શી છે, નિર્લેપ જ છે, એ અસંગ જ છે, કાયમને માટે પણ એ સમજમાં બેસ્યા વગર કામ ના લાગે. એ પૂરેપૂરું સમજી લેવું જોઈએ.
આ તમને જે આજ્ઞા આપી છે, એ આરાધન કરતા કરતા એનું ફળ એ આવીને ઊભું રહેશે. શુદ્ધાત્મા તો થઈ ગયા પણ હવે શુદ્ધાત્મા પછી જે આરાધન આપ્યું એનું ફળ અસ્પર્શ અને નિરાલંબી આત્મા આવશે.
એટલે આપણે શું કહીએ છીએ ‘હું શુદ્ધાત્મા છું’, હું સર્વ પાપોથી નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. હું સંપૂર્ણ નિષ્પાપી એવો શુદ્ધાત્મા છું.
પાપ-પુણ્ય મને ક્યારેય સ્પર્ધું નથી અને માન્યતાએ કરીને હું અશુદ્ધ હતો, તે હવે હું શુદ્ધાત્મા છું. હું પાપી હતોય નહીં, કોઈ દહાડો પાપ મને વળગ્યુંય નથી, એવો હું છું. જેમ ગામ લક્ષમાં રાખે, કે મારે અમદાવાદ જવાનું છે ને પછી આખા હિન્દુસ્તાનમાં ફરે તોય મારે જવાનું