________________
[૭.૩]
અપર્ય ભેગું રહેવા છતાં અસ્પૃશ્ય-ટંકોત્કીર્ણ આત્મા કેવો છે ? અસ્પૃશ્ય. પ્રકાશને હલાવ હલાવ કરીએ તેમાં એનું કશું બગડી જવાનું છે? એવો આત્મા અસ્પૃશ્ય છે. અને એ અસ્પૃશ્ય આત્મા જ જાણવા જેવો છે, અસ્પર્શ એટલે કોઈ પણ વસ્તુ એને સ્પર્શ ન કરે ? ત્યારે કહે, ના, કોઈ વસ્તુ સ્પર્શ ના કરે.
આપણે ગાડી લઈને આવતા હોઈએ અને બાન્દ્રાની ખાડી આવે તો ખાડીની આજુબાજુ નર્યો કાદવ ને પાણી ને કીચડ ને ગંદવાડો બધો હોય છે. તે ગાડીની લાઈટમાંથી અજવાળું જાય ત્યાં આગળ, તે એ અજવાળું આમ કાદવને અડે, કીચડને અડે, હવાને અડે તોય એ અજવાળું ગંધાય નહીં. અજવાળાને સ્પર્શ ના થાય કોઈનો. આ તો રૂપકનો દાખલો કહું છું. મૂળ વસ્તુ તો એથીય અલાયદી છે. મૂળ અજવાળું તો ઓર જ જાતનું છે ! આ અજવાળાને જો કશું અડતું નથી, તો પેલા અજવાળાને શું અડે? અને તે અજવાળું મેં જોયેલું છે, પરમ જ્યોતિસ્વરૂપ !
પ્રશ્નકર્તા: કોઈ વસ્તુ ગંદકીમાં પડેલી હોય પણ એ ગંદકી એને અડે નહીં, એનું નામ ટંકોત્કીર્ણ ?
દાદાશ્રી : ગંદકી અડે નહીં પણ આમ ગંદકીને સ્પર્શ તો થાય