________________
(૭.૨) લેપાયમાન ભાવો
દાદાશ્રી : ના, એ હઉ બોલવા લાગે, ઉપકારી છે. તમે અત્યાર સુધી ગાળો દેતા હતા ને હવે ઉપકારી બોલો છો ?
૧૭૭
પ્રશ્નકર્તા ઃ શક્તિ આવી જાય ને ? ‘ઉપકારી છે' એવું કહીએ એટલે શક્તિ આવે પછી.
દાદાશ્રી : હા. અને પેલો ભઈ ઉપકારી ના હોયને તોય એને ‘ઉપકારી’ બોલવો. આપણે ‘ઉપકારી' બોલીએને, એટલે મહીં પુદ્ગલ ભાવો, જે લેપાયમાન ભાવો તે ઉત્પન્ન થતા બંધ થઈ જાય અને આપણે ‘ખરાબ છે’ એમ કહીએ તો લેપાયમાન ભાવો જોશભેર ચાલુ થઈ જાય. એક આમ બોલે ને એક આમ બોલે, એ લેપાયમાન ભાવો છે.
અભિપ્રાય વિરમે, તો શમે લેપાયમાત ભાવોના પડઘા
હવે કોઈ વખત કેવું બને કે કોઈ માણસની જરા ખરાબ વાત કરીએ, તે પહેલા બીજા ભાવ ઊભા થઈ જાય છે મહીં ?
પ્રશ્નકર્તા : દાદા ફરી કહો, એ સમજાયું નહીં.
દાદાશ્રી : આપણે કોઈને આજે ‘નાલાયક' કહ્યો અને કાલે પછી આપણે સમભાવે નિકાલ કરવા જઈએ તોય મહીં બીજા ભાવ બોલ બોલ કરે કે ?
ભાઈ.
પ્રશ્નકર્તા : કરે, કરે.
દાદાશ્રી : શું શું બોલે એ ?
પ્રશ્નકર્તા : એ તો છે જ એવો, પણ હવે આપણે જવા દોને,
દાદાશ્રી : હા, નાલાયક છે, બદમાશ છે, આમ છે, તેમ છે, બધું બોલ બોલ કરશે મહીં. એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : એવું જ બને છે.
દાદાશ્રી : કોણ બોલતું હશે એ ?