________________
૧૭૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ચેતન ભાવ શું કહે ? આવું કરવાની જરૂર નથી. આવું ના હો, એટલે કોઈને દુઃખ ના થાય એ ચેતન ભાવ. બીજું ચંદુના ભાવોને આપણે જોઈએ. ચંદુના લેપાયમાન ભાવ કહેવાય અને તું શુદ્ધાત્મા છે, તે તું એને જુએ એ ચેતન ભાવો, શુદ્ધ ચેતન ભાવ. ચેતન ભાવ એટલે જાણવું-જોવું, જ્ઞાતા-દ્રષ્ટા એ બધું.
ઉપકારી' બોલવાથી, અટકે લેપાયમાન ભાવો પ્રશ્નકર્તા ઃ દાદા, વાણી બહુ ખરાબ નીકળી જાય છે ?
દાદાશ્રી : હવે મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો એ ચેતન ભાવો નથી, એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે. તે તમારી વાણી નીકળી ગઈ કે આ માણસ નાલાયક છે, તો પેલા જડ ભાવો ઊભા થઈ જાય કે બહુ જ ખરાબ છે. આમ છે ને તેમ છે. એટલે એ પુષ્ટિ આપે બધું. એવું બોલતા બોલાઈ ગયું, તીર વાગી ગયું પણ પેલા ભાવો ઊભા થાય ત્યારે આપણે શું કહેવું પડે ? ઉપકારી છે બધા. તમે કહો કે એ તો આપણા ઉપકારી છે, એટલે બંધ થઈ જાય પછી પુદ્ગલ ભાવો. જેવી તમારી વાણી હોયને, એવા બધા પુદ્ગલ ભાવો. એટલે એ મન-વચનકાયાના તમામ લેપાયમાન ભાવો એટલે લેપાવું ના હોય તોય લેપાયમાન કરી દે. તેથી કહ્યું છે ને. લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ જ છું. પણ એ લેપાયમાન ભાવોને ઓળખવા જોઈએ.
તમે કહો કે “આ તો ખોટ જાય એવું છે એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે. આમ થઈ જાય ને આમ થઈ જાય ને આમ થઈ જાય. અલ્યા ભઈ, તમે બેસોને બહાર હમણે. મેં તો કહેતા કહી દીધું પણ તમે શું કરવા ભસ ભસ કરો છો, કહીએ. એટલે (પછી) આપણે કહીએ કે “ના, ના, લાભદાયી છે.” ત્યારે પછી બેસી જાય પાછા.
પ્રશ્નકર્તા: ‘ઉપકારી છે” એવું બોલવાથી બહુ ફાયદો થઈ જાય? દાદાશ્રી: હા, એનાથી બધા ભાવો ઊભા થતા બંધ થઈ જાય મહીં. પ્રશ્નકર્તા ઃ લંદ ના ઊઠે ?