________________
૧૬૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
છો. આટલું બે જુદું છે, તેને તમે એકાકાર થઈ જાવ એટલે પછી ઊલટાંનું બગડી જાય.
શુદ્ધાત્મા લેપાયમાત તા થાય, વિચારો-કષાયો થકી
પ્રશ્નકર્તા : હું ઘણા વખતથી અહીં સત્સંગમાં આવું છું પણ આત્મામાં બરોબર મન સ્થિર રહેતું નથી, મારું મન બીજા વિચારોમાં બહુ ભટકે છે.
દાદાશ્રી વિચારો તો હજુ આવવા જોઈએ, વધારે આવવા જોઈએ. એટલે મહીં ખાલી થઈ જાય. મહીં ભરેલા છે તે નીકળી જવા જોઈએ ને ? વિચારોનો તમને શું વાંધો ?
પ્રશ્નકર્તા: એમ નહીં પણ એ ઘડીએ એમાં લેપાયમાન થવાય છે. લેપાયમાન થાય તો શું કરવું?
દાદાશ્રી : આપણે ના થવું હોય તો કોણ કરનાર છે? એને જોવાના છે, વિચારોને. આત્મા પ્રાપ્ત થયો એની નિશાની શું? તો કહે, આ જુએ, શું વિચાર આવે છે તે. ખરાબ વિચાર, સારા વિચાર એ બધાને જુએ, એનું નામ આત્મા પ્રાપ્ત થયો કહેવાય. હવે મન સ્થિર ન રહે કે કૂદે તોય જોયા કરવાનું. હવે તારે મનની જોડે સંબંધ ના રહ્યો. તું જ્ઞાતા-દ્રષ્ટા થયો અને મન છે તો જ્ઞય થઈ ગયું. મન જુદું અને તું જુદો. હવે મને ગમે તેમ કૂદાકૂદ કરે, આપણે શું? આપણે જોયા કરવાનું. એવું જોતા ફાવતું નથી?
પ્રશ્નકર્તા એ હજી જોવાની શક્તિ ઉત્પન્ન થઈ નથી.
દાદાશ્રી : ના, પણ આ પ્રમાણે કરો તો જ થાય એ બધું. એ વિચારો તો, જે માલ ભરેલો છે નીકળ્યા વગર રહે નહીં.
પ્રશ્નકર્તા પ્રયત્ન કરું છું.
દાદાશ્રી : પ્રયત્ન કરવાના ના હોય. આ તો સમજી લીધેલું જરૂરી છે. આનો પ્રયત્ન કરનાર કોણ ? ચંદુભાઈ પ્રયત્ન કરે. તમે ચંદુભાઈ હોય, તમે તો શુદ્ધાત્મા, તમારે પ્રયત્ન કરવાનું હોય નહીંને !