________________
[૭.૨]
લેપાયમાન ભાવો નિર્લેપને લેપી નાખે તે બધા લેપાયમાન ભાવો
જ્ઞાન મળ્યા પછી આપણે શું કહીએ છીએ કે મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોમાં હું સર્વથા નિર્લેપ જ છું.
પ્રશ્નકર્તા: દાદા, આ લેપાયમાન ભાવો એટલે શું?
દાદાશ્રી : લેપાયમાન ભાવો એટલે મનમાં જેટલા વિચાર આવે છે, ચિત્ત ભટક ભટક કરે છે, બુદ્ધિ ડખો કરે છે, એ બધી જે છે તે ભાંજગડો છે. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારના ભાવો તમને જે આવે છે. તરંગો-બરંગો બધુંય આવે એ બધા લેપાયમાન ભાવો છે. એ નિર્જીવ ભાવો છે, સહેજેય સજીવ નથી.
મનના ભાવ આવે છે તે, વાણીના ભાવ આવે છે તે, કાયાના ભાવ આવે છે તે બધા લેપાયમાન ભાવ છે. એ આપણને લેપી નાખે, નિર્લેપને લેપી નાખે એવા છે. લેપાયમાન કરે તેવા છે પણ જ્ઞાનીએ નિર્લેપ બનાવ્યા એટલે લેપાયમાન થાય જ નહીં.
જે ભાવો લેપ ચઢાવે, તે મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું નિર્લેપ જ છું. એટલે એ લેપાયમાન ભાવો આપણને અડે નહીં. એ ઘડીમાં આમ કહે ને ઘડીમાં આમ કહે. તે બધા લેપાયમાન ભાવો ઊભા કરે. તે બધા જોય છે અને તમે જ્ઞાતા છો. તમે જ્ઞાતા-દ્રષ્ટા