________________
૧૬૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પછી. આની આ જ દુનિયા પણ સ્પર્શ નહીં અને પેલાને સ્પર્યા કરે બધું. પેલો લેપાયમાન થયા કરે અને પેલા જ્ઞાની નિર્લેપ જ રહે.
“જ્ઞાની' અસરોથી મુક્ત, રહે સદા અલિત આત્મા અન્ઈફેક્ટિવ છે છતાંય ઈફેક્ટિવ થાય તોય પણ પોતે અન્ઈફેક્ટિવ રહે તે જ્ઞાની છે. પણ અનુઈફેક્ટિવને ઈફેક્ટ ન થાય, તે સંપૂર્ણ જ્ઞાની. મને સંસારનો ભાવ આવે જ નહીં. પણ ક્યારેક તે ભાવ લાવવા માટે મારે પ્રયત્ન કરવો પડે. બીજાઓને સહેજે સંસાર આવીને ઊભો રહે છે. જ્ઞાનીઓને વિષયો (સંસારની ભૌતિક ચીજવસ્તુઓ) તેની ઉપર પડે છે, તે વિષયો ખોળે નહીં. તેમની ઉપર વિષયો (સામેથી) આવીને પડે, સહજભાવે વિષયો આવે. પ્રયત્ન કરવો પડે તો તે સંપૂર્ણ જ્ઞાનીની નિશાની નથી.
પ્રશ્નકર્તા: આ અલિપ્તતા જે છે, જુદા દેખાય છે એ જે છે, એ અલિપ્તતા દર્શન સુધીની છે કે ચારિત્રની સ્થિરતા સુધીની છે ?
દાદાશ્રી : ચારિત્રની સ્થિરતા સુધી. જ્ઞાની પુરુષ જ્યાં બેઠા હોય ત્યાં નિર્ભય સ્થાન હોય. જે પુરુષ સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત છે, તેઓ અર્ધસંસારી. બાકીના બધા જ સંસારી. સિદ્ધગતિ એકલી જ અસંસારી છે.