________________
(૭.૧) આત્મા સદા નિર્લેપ જ
૧૬૫
એ બન્ને ધારાઓ જુદી જુદી વહે છે. એમને કોઈ નુકસાનકર્તા વસ્તુ હોતી નથી, કારણ કે નિર્લેપભાવ ઉત્પન્ન થઈ ગયેલો છે, અસંગભાવ ઉત્પન્ન થઈ ગયેલો છે. એક ક્ષણ પણ સંગ હોય નહીં. એક ક્ષણ પણ લેપાયમાન ના થાય. કોઈ પણ ચીજ કરે તોય લેપાયમાન ના થાય એનું નામ જ્ઞાની, નહીં તો પછી બીજા અજ્ઞાની બધા.
ખરા જ્ઞાની તે બધું નાટક કરે. સંસારીઓ હઉ એવું નાટક ન ભજવે એવું સુંદર નાટક ભજવે પણ નાટક, ડ્રામા. ખરા જ્ઞાની કેવા નાટક કરે ?
પ્રશ્નકર્તા : નિર્લેપ રીતે બધો ડ્રામા કર્યા કરે. દાદાશ્રી : હા, નિર્લેપ રીતે.
પ્રશ્નકર્તા: દાદા, એ નિર્લેપ એટલે જ્ઞાતા-દ્રષ્ટાથી આપ જોયા કરો છો બધું ?
દાદાશ્રી : ના, એ જ્ઞાતા-દ્રષ્ટાય નહીં. એવું તો સામાને ખૂંચે એ તો. હું તમારા બધામાં ભળતો રહું છું અને અંદર નિર્લેપ રહું છું. એટલે બોજા ના વધે. અંદર નિર્લેપ રહી અને બધાની સાથે હસવા-બેસવાનું બધી રીતે, તમને એમ જ લાગે કે આ મારી જોડે (સરસ) જ વર્તે છે.
પ્રશ્નકર્તા એ દાદા, ભૂલું પડી જવાય એવું છે. તદાકાર થાવ છો પણ તન્મયાકાર નથી થતા !
દાદાશ્રી : તન્મયાકાર નહીં, એટલે જુદા, નિર્લેપ. તદાકાર ને તન્મયાકાર બે વસ્તુ જુદી છે, પણ આ તો નિર્લેપભાવે બધું છે. કારણ કે નહીં તો તમને અસંતોષ થાય, હું ધ્યાન ના આપું તો. અસંતોષ થાય એ ભૂલ મારી ગણાય. જવાબદારી છે ને !
પ્રશ્નકર્તા : કુદરતી છે તે એમની એમ રહે, પણ જે બીજી મનોવૈજ્ઞાનિક ડખલો નીકળે છે, તે જ્ઞાનીને પણ દુનિયા જુદી હોય ?
દાદાશ્રી : ના, એટલે એ એમાં હોય જ નહીંને ! સ્પર્શે જ નહીંને