________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
માન્યતા છે. તે માન્યતાને લીધે તન્મયાકાર થઈ જાય છે. તેને જાણ કે તન્મયાકાર કેવી રીતે, કેટલો થયો છે. આ એકદમ તન્મયાકાર થઈ ગયો છે કે થોડો થોડો કાચોપોચો કે અત્યારે સંપૂર્ણ એડજસ્ટ થઈ ગયો છે, એ બધું જાણ, કહે છે. જાણ્યું કે તું છૂટ્યો.
૧૬૪
કેટલાક કરાળ સંજોગો હોય છે અને કેટલાક વિકરાળ સંજોગો છે. પ્રત્યેક સંજોગ નિર્લેપ કરવા જ આવે છે. બહારના એ સંજોગોની અસરો થવાની બંધ થતી જાય એમ નિર્લેપ થતા જવાય. સત્સંગનો પરિચય વધતો જશે એટલે પોતે પોતાના પદમાં જ રહેશે, પારકી ટપાલો સ્વીકારશે નહીં. જેની ટપાલ હોય તે સ્વીકારે.
નિર્લેપ વ્યવહારે પ્રગટે આનંદ
‘જ્ઞાની પુરુષ'નો નિર્લેપ વ્યવહાર હોય. તેમની પાસે જઈએ તો આપણો ઉકેલ આવે. એ દેખાડે કે આ ‘કરેક્ટ' છે ને આ ‘ઈન્કરેક્ટ’ છે.
‘નિર્લેપ વ્યવહાર’ એટલે શું કે કોઈ વસ્તુ સારી દેખી, તેને જોઈને આનંદ પામવાનું. પણ ત્યાં ચીટકી નહીં રહેવાનું, આગળ ચાલવાનું. તો બાવળ પણ સારો લાગે ને ગુલાબ પણ સારું લાગે. પણ જગત ત્યાં ચીટકી પડે છે. ચીટકી પડે છે એ જ દુ:ખ છે !
આ કુદરતને ઘેર તો નિશ્ચયમાં દુઃખ નથી ને વ્યવહારમાંય દુઃખ નથી. આખા જગતને આ સમજણ નહીં પડવાથી વ્યવહાર દુઃખદાયી થઈ પડ્યો છે. વ્યવહાર એને આવડતો નથી. વ્યવહાર નિર્લેપ જોઈએ. નિર્લેપ વ્યવહાર પછી આનંદનો પાર નથી રહેતો !
જ્ઞાતી કરે ડ્રામા, બહાર ભળે બધે તે મહીં રહે તિર્લેપ
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષનો નિર્લેપ વ્યવહાર હોય એ વિશે સમજાવશો.
દાદાશ્રી : જ્ઞાની પુરુષને ચેતન પરિણામ અને અનાત્મા પરિણામ,