________________
(૭.૧) આત્મા સદા નિર્લેપ જ
૧૬૩
એ શું છે? એ બધું વિભાજન થાય છે, તે ઘડીએ કર્મો (પાપ) ભસ્મીભૂત થાય છે અને અંદર જુદું પડી જાય છે, ભ્રાંતિરસથી ચોંટેલું. તે તમે મારા શબ્દ બોલો એટલે આમાં મહીં આવે છે ને એ શબ્દો, ‘તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ છું.”
પ્રશ્નકર્તા: હા, ભાવોથી સર્વથા હું નિર્લેપ છું.
દાદાશ્રી : એટલે પછી એ પોતે (નિર્લેપ) થતો જાય. મહીં જેટલું બોલતો હોય તેમ થતો જાય. પછી ઘેર જઈને ગાયે (બોલે) કશું વળે નહીં. અહીં વિધિ કર્યા પછી થાય, નહીં તો એમ ને એમ બોલેને બધું, કશું વળે નહીં. અહીં એ (અમારી હાજરી) હોયને !
પ્રશ્નકર્તા: દાદા, પણ જ્યારે વાક્યો નીકળે છે ત્યારે આશ્ચર્ય થાય છે કે ક્યાંથી આ નીકળ્યું ?
દાદાશ્રી : એ જે અમે જોયો છે, જાણ્યો છે અને અનુભવમાં છે, એ કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા છે. તેથી આ વાક્યો નીકળે છે. તમામ લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ જ છું.
પ્રશ્નકર્તા : એ વિજ્ઞાન, આપે કીધુંને !
દાદાશ્રી : હા, વિજ્ઞાન એટલે એનો એક અંશથી માંડીને સર્વાશ સુધીનો હિસાબ જોઈએ. વચ્ચેથી કાપી લઈએ એ ભાગ ના ચાલે. અને સિદ્ધાંત અધૂરો ના હોય, સિદ્ધાંત પૂરો જ હોય.
એક જરાય દેહાધ્યાસની રુચિ આથમેલી હોતી નથી છતાંય હું પ્રતીતિ બેસાડું ત્યાર પછી પેલી રુચિ તરત આથમી જ જાય.
ભ્રાંતિથી ભાસે તન્મયાકાર, જાણ્યું જો એને તો છૂટો
પ્રશ્નકર્તા દાદા, જ્ઞાન લીધા પછી જે સંયોગો આવે તે સંયોગોમાં તન્મયાકાર તો થઈ જવાય છે, નિર્લેપ નથી રહેવાતું.
દાદાશ્રી : તન્મયાકાર થઈ જાય છે તેય તું નથી, શુદ્ધાત્મા નથી. શુદ્ધાત્મા તન્મયાકાર થઈ શકે જ નહીં. તેય તું નથી, એ તારી ભ્રમ