________________
૧૬૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
એટલે આત્મા જાણવાનો ક્યાં હોય ? “જ્ઞાની પુરુષ' પાસે. આ શાસ્ત્રના જ્ઞાનીઓ પાસે આત્મા ના હોય. જો આત્મા પ્રાપ્ત થયો હોય તો સમકિત એમને થયેલું હોય અને સમકિત એટલે આ સંસારમાં રહીએ છતાં સંસાર અડે નહીં.
- જ્ઞાની કૃપાથી બદલાય દર્શન, બેસે પ્રતીતિ
પ્રશ્નકર્તા: સામાન્ય માણસ પણ સહેલાઈથી અલિપ્ત રીતે રહી શકે જો જ્ઞાની મળે તો ?
દાદાશ્રી : તે જ્ઞાની પુરુષની કૃપાથી બધું થઈ શકે. કૃપા પ્રાપ્ત કરવી જોઈએ ને કૃપાપાત્ર પ્રાપ્ત થઈ જાય, પછી સંસારમાં સારી રીતે આમ તમારા છોડીઓ-છોકરાંઓ પૈણાવો પણ તમે લેપાયમાન ના થાવો એવું આ વિજ્ઞાન છે. આ કંઈ ધર્મ નથી, આ તો વિજ્ઞાન છે.
“જ્ઞાની પુરુષ” શું કરે ? કે કાયમની સમાધિ રહે એવું નિર્લેપ જ્ઞાન આપે. એ જ્ઞાન એટલે તો પ્રતીતિ જ બેસી જાય. પહેલી પ્રતીતિ થઈ ગઈ પછી જ લક્ષ બેસે, નહીં તો લક્ષ બેસે નહીં. પ્રતીતિ મુખ્ય કારણ. એટલે ભગવાને કહેલું સમ્યક્ દર્શન મુખ્ય કારણ છે. પછી ચારિત્રનું શું? ત્યારે કહે, સમ્યક્ દર્શન ચારિત્રને લાવશે. તું તારી મેળે સમ્યક્ દર્શન કરી લે. સમ્યકુ દર્શન ચારિત્રને બોલાવી લાવશે. ક્રમિક માર્ગ શું કહે છે? પહેલું જ્ઞાન, દર્શન ને પછી ચારિત્ર. આપણે શું કહીએ છીએ ? દર્શન, જ્ઞાન ને ચારિત્ર. જ્ઞાનવિધિમાં આ શબ્દો બોલવાથી જ થતો જાય તિર્લેપ
શુદ્ધાત્માને તો જ્ઞાની પુરુષ એકલાએ જ જોયેલો હોય, શુદ્ધાત્મા શું છે એ. બાકી આ દર્શન એટલે પ્રતીતિ થઈ ગયા પછી આગળનો ભાગ લક્ષ બેસે એટલે જાય નહીં. એ શ્રદ્ધા તૂટે નહીં પછી. પછી આગળ જેમ જેમ અનુભવ થતો જાય, પછી એનો અમુક નોર્મલ અનુભવથી ઉપર જાય ત્યારે એને પોતાને પોતાનું સ્વરૂપ કેવું છે તે દેખાય. તે અબંધ સ્વરૂપ છે, ક્યારેય બંધાયેલું નથી.
હું જે જ્ઞાનવિધિ કરાવું છું ને, એનાથી પહેલું દર્શન બદલાય છે.