________________
(૭.૧) આત્મા સદા નિર્લેપ જ
૧૬૧
દાદાશ્રી : એવી રીતે જ છે આ બધું. આત્મા પ્રકાશસ્વરૂપ જ છે, બીજું કશું છે નહીં. આત્મામાં મિશૂરપણું હોય જ નહીં. આત્મા સ્વતંત્ર વસ્તુ ને સ્વાભાવિક વસ્તુ છે.
પ્રશ્નકર્તા: આત્મા કયા પ્રકારો કરીને એ જોડે ને જોડે રહે છે, પણ એને અડતું નથી ?
દાદાશ્રી : નિર્લેપતા નામના ગુણથી. નિર્લેપતા અને અસંગતા એ બે એના ગુણોને લઈ કશુંય એને લાગે નહીં. બે મોટા ગુણો, નિર્લેપતા અને અસંગતા. અસંગતા એટલે અડીને બેસે તોય સંગ નહીં અને નિર્લેપતા એટલે કે ગમે તેવું રૂપાળું-રમણીય દેખાય તો પણ ચોટે નહીં. બે ગુણો છે પોતાના.
જ્ઞાતીના વિજ્ઞાતથી રહેવાય જળકમળવત્ સંસારે
પ્રશ્નકર્તા : સંસારમાં રહીને, સંસારની ફરજો બજાવતા બજાવતા પણ નિર્લેપતાથી, અસંગતાથી કેવી રીતે રહી શકાય ?
દાદાશ્રી : એ જ, (જ્ઞાન) જ્ઞાની પુરુષની પાસે હોયને ! જ્ઞાની પુરુષની પાસે વિજ્ઞાન એવું હોય, તે વિજ્ઞાનથી થઈ શકે. પછી એનાથી સંસારનુંય થઈ શકે અને આત્માનુંય થઈ શકે.
હું તમારી સાથે વાતચીત કરી શકું છું, એટલે સંસારમાં રહી શકું છું અને હું મારા પોતાનામાંયે રહી શકું છું, બેઉ કરી શકું છું. આ સંસારની ક્રિયાઓ બધી કરું છું, બધું કરું છું, એય કરું છું ને તેય કરું , સંસારમાંયે રહેવાય ને (આત્મામાંય) રહેવાય. જ્ઞાની પુરુષની પાસે બધું વિજ્ઞાન હોય. શાસ્ત્રમાં ના હોય એ. શાસ્ત્રમાં તો છોડ્યું જ છૂટકો થાય.
આવા લોક ભેગું રહેવું ને દહાડા કાઢવા અને કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, તે શી રીતે રહેવું ? તે બધી વિદ્યા હું શીખવાડી દઈશ. લેપાયમાન થાય નહીં, સંગી થાય નહીં એવી વિદ્યા બતાવી દઈશ. નહીં તો આ જગત તો લેપાયમાન જ છે. જેમ કમળ પાણીમાં હોય અને નિર્લેપ રહે છે ને, તેવી રીતે નિર્લેપતા તમને બતાવી દઈશ.