________________
અવિભાજ્ય હોય એટલે શક્તિમાં ફેરફાર ના થાય. પરમાણુ ભેગા થઈને અણુ બને, એ અણુને તોડે તો શક્તિ દેખાય.
કોઈ પણ વસ્તુને (જડ કે ચેતન) તેના મૂળ સ્વરૂપે લઈ જાવ તો તેમાં અનંત શકિતઓ છે. મૂળ સ્વરૂપની મૂળ શક્તિ કદી નાશ પામતી જ નથી.
પરમાણુની શક્તિ એ સિવાય પુદ્ગલની શક્તિ છે. વિભાવિક પરમાણુ, જે આત્માની વિભાવિક દશા થવાથી ઊભા થયા છે તે પણ અનંત શક્તિવાળા છે. એ રૂપી, સક્રિય અને પુદ્ગલની કરામતવાળા છે. એ પુદ્ગલે તો ભગવાનને હઉ આંતર્યા છે.
પુદ્ગલમાં હું છું, એમ પોતે માનતો હતો, તેથી પોતાની શક્તિ પુદ્ગલમાં પેસી ગઈ ને પુદ્ગલ શક્તિવાળું થયું. જ્યારથી પોતાને શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું ત્યારથી પુદ્ગલથી છૂટો પડ્યો. પછી પોતાની શક્તિ પૂર્ણતાએ પોતાનામાં વ્યક્ત થાય ને પુદ્ગલ પણ નરમ થતું જાય.
જેમ દારૂ પીવે તેનો અમલ છે, તેવું આપણે અહંકારના અમલમાં છીએ. તેથી આત્માની શક્તિ આવરાઈ ને જડ શક્તિમાં આ મિલ્ચર થયું. હવે જડ શક્તિ જ ચઢી બેઠી છે, તે આત્માને છૂટવું હોય તોયે છૂટાય નહીં. જ્ઞાની પુરુષ પાસે જાય તો છૂટાય.
આત્માની બે જાતની શક્તિ : એક સ્વક્ષેત્રમાં રહેતા પોતાની સ્વશક્તિ ઉત્પન્ન થાય અને પરક્ષેત્રમાં રહી સ્વક્ષેત્રમાં મૂકામ હોય ત્યારે પરક્ષેત્રમાં વિભૂતિ શક્તિ ઉત્પન્ન થાય.
આત્માની અનંત જ્ઞાનશક્તિ છે, તેના આધારે તો જ્યોતિષનું જ્ઞાન, વકીલાતનું જ્ઞાન, ડૉક્ટરનું જ્ઞાન એવા બધા જુદા જુદા સજ્જેક્ટના જ્ઞાન બહાર પડ્યા છે.
આત્માની અનંત શક્તિ છે, તેની વિપરીત ફુરણાથી આવડું મોટું બ્રહ્માંડ ઊભું થઈ ગયું, ઊલટી બાજુનું. તો સમ્યક્ ફુરણાથી શું ના થાય?
આત્માની અનંત શક્તિ એવી છે કે દરેક માણસના વિચારને એક્સેપ્ટ (સ્વીકાર) કરે. ચોર ચોરી કરે કે દાનેશ્વરી દાન આપે, બધું એક્સેપ્ટ કરે એવી આત્મશક્તિ છે, એ જ પરમાત્મશક્તિ છે !
23