________________
નિજ અવસ્થાને પણ શેય તરીકે જોતા તત્ત્વસ્વરૂપી જ્ઞાન પોતે જ પરમાત્મા થાય છે. આ ચંદુભાઈ એ જ નિજ અવસ્થા છે, એને પોતે અવસ્થા રૂપે જુઓ, તો પોતે જ પરમાત્મા છે.
જોવું-જાણવું એ પોતાનું કામ અને ચંદુભાઈનું ક્રિયાનું કામ.
અક્રમ વિજ્ઞાન દ્વારા પરમ પૂજ્ય દાદાશ્રીએ મહાત્માઓને તો કેવળજ્ઞાન સ્વરૂપી મૂળ આત્મા પ્રાપ્ત કરાવ્યો છે.
અનંતા જોયોને જાણવામાં... એ વાક્ય સમજવામાં અઘરું છે છતાં એ વાક્યમાં એટલું બધું બળ છે કે બોલતાની સાથે જ પોતે પૂર્ણ કેવળજ્ઞાન સ્વરૂપ થઈ જાય.
[3] અનંત શક્તિ [૩.૧] અનંત શક્તિઓ કઈ ? કેવી ? આત્માને અનંત શક્તિનો ધણી કહ્યો છે, તો એ શક્તિ શું છે? કઈ છે ? કેવી છે ? આપણને કેવી રીતે એ અનુભવમાં આવે, એવો હંમેશાં સાધક, મુમુક્ષુ કે મહાત્માને પ્રશ્ન થયા જ કરતો હોય છે. આત્માની અનંત શક્તિઓ જે છે, તે મિકેનિકલ શક્તિ નથી. મિકેનિકલ શક્તિ તો મશિનરીમાં હોય. ખાવાનું (ઈધણ) નાખો, હવા પૂરો તો મશીન ચાલે, નહીં તો બંધ થઈ જાય. એ મિકેનિકલ શક્તિ જડની છે અને આત્મા એ (ખરેખર) અનંત શક્તિવાળો પરમાત્મા છે. એ આવી ક્રિયા નથી કરતો. જબરજસ્ત જ્ઞાનક્રિયા-દર્શનક્રિયા હોય. આવી ચાલવાની-બોલવાની શક્તિ આત્માની નથી અને જે શક્તિ છે, એ લોકો જાણતા નથી. આખું બ્રહ્માંડ ધ્રુજાવે એટલી શક્તિઓ એની છે.
આખી દુનિયામાં જેટલા જીવો છે, એ બધા જીવોની પ્રગટ થયેલી શક્તિઓ ભેગી કરો તો એટલી શક્તિ એક આત્મામાં છે. આત્મામાં પરમાત્માપણાની શક્તિ છે, પણ (વ્યવહારમાં) એક શેક્યો પાપડ ભાંગવાની શક્તિ નથી.
જડમાંય શક્તિ છે. આ અણને તોડીને અણુબૉમ્બ ફોડેલા, એ શક્તિઓ બહાર પડી છે. જ્યારે પરમાણુમાં શક્તિ ખરી, પણ પરમાણુ
22