________________
હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાગ શુદ્ધ છું એટલે આત્માના સર્વ પ્રદેશોથી શુદ્ધ છું.
ગટરને જોઉ છું, જાણું છું, તોય મારી શુદ્ધતા બગડતી નથી. અત્તરને જોઉં છું, જાણું છું, બીજું સારું કે ખરાબ જોઉં છું છતાં મારું જ્ઞાન એમાં ભળતું નથી. અજ્ઞાનતાથી લોકો ગૂંચાય છે કે આ ખરાબ જોયું કે આત્મા મહીં બગડ્યો.
પર્યાય ને આ બધી વાતો બહુ સૂક્ષ્મતાએ ના સમજાય તો મોક્ષ નહીં જવાના ? એવું નથી, એ તો જ્ઞાની પુરુષના આશ્રયથી મોક્ષે જવાના. છતાં દાદાનું જ્ઞાન પૂરું સમજવાની ભાવનાથી સત્સંગમાં દોડી દોડીને આવે છે, માટે એનું પરિણામેય આવશે જ !
અક્રમ વિજ્ઞાનની આ અજાયબી છે કે ભેદજ્ઞાનના વાક્યો જ્ઞાનવિધિમાં બોલાવાય છે, તેનાથી મહીં આત્મા છૂટો પડી જાય છે. શાસ્ત્રમાં ભેદજ્ઞાન હોય નહીં. મૂળ દ્રવ્ય અને એની મૂળ વાત, મૌલિક વાત જોઈએ. તેથી આટલી ઉપાધિ હોવા છતાં શુદ્ધતા જતી નથી, માટે
અક્રમ વિજ્ઞાન” કહેવાય છે. જ્યારે ક્રમિકમાં સંગ છોડો તો અસંગ થશો, કહે છે.
અક્રમ વિજ્ઞાનથી મહાત્માઓને મૂળ આત્માના પ્રતીતિ-લક્ષ-અનુભવ પ્રાપ્ત થઈ જાય છે. એ અજાયબી જ કહેવાય ! એ આત્મા એના ગુણધર્મો સહિત જ છે. કોઈને એક ક્ષણ પણ લક્ષ ના બેસે, ત્યારે આ કાયમનું લક્ષ રહે એ જ આ વિજ્ઞાન છે.
રસ્તે જતા આ જ્ઞાન મળ્યું છે, એટલે રસ્તે ધૂળ ઊડે, કાંકરા ઊડે, છતાં એ શેય ને પોતે જ્ઞાતા એમ જ્ઞાતાપદમાં રહીને બધાં જ્ઞયને જાણવાના છે. ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે પણ એ ય ને પોતે જ્ઞાતા રહે, ત્યારે આ વિજ્ઞાન પૂર્ણતાએ પ્રગટ થાય.
આત્માને જોયો જાણવા માટે શેયો જ્યાં છે ત્યાં સુધી ફરવા જવું પડતું નથી પણ પોતાના દ્રવ્યમાં જ શેયો ઝળકે છે. જેમ અરીસો એની જગ્યાએ જ રહે છે, પણ લોકો આવે-જાય, એ બધા મહીં ઝળકે એવું આત્માના જ્ઞાનમાં જ શેયો ઝળકે.
21.