________________
(૬.૨) અસંગ ને નિર્લેપ
૧૪૩
કુસંગ કુસંગ. બૈરાં-છોકરાં બધું જ કુસંગ છે. આ જગતમાં જે બધું ચાલે છે, પેપરો-બેપરો બધું, વિચારો-બિચારો બધું કુસંગ છે. એટલે કુસંગોમાં રહી અને અસંગ રહેવું એ અમારી આજ્ઞા સિવાય રહી શકે નહીં.
પદ્ગલિક સંગને કુસંગ કહે છે. “આપણે” છીએ જ અસંગ. એનો અનુભવ ના થવા દે એ બધો કુસંગ કહેવાય. પૌદ્ગલિક વિચારક્રિયાથી શુદ્ધાત્માની દર્શતક્રિયા જુદી
પ્રશ્નકર્તા ઃ દાદા, આજે અસંગતા ઉપર મેં વિચાર કરવા માંડ્યો. હું અસંગ છું, શેનાથી અસંગ છું એ બધું મેં જોવા માંડ્યું. આનાથી અસંગ છું, આનાથી અસંગ છું, આનાથી અસંગ છું. હવે એ આત્માના લક્ષે જ આ વિચારધારા છે, પણ આ ક્રિયા છે અને ક્રિયા બંધનરૂપ છે આ ?
દાદાશ્રી : એને ને બંધનને લેવાદેવા જ નહીંને ! આ વિચારક્રિયા નહીં, દર્શનક્રિયા છે. શુદ્ધાત્મા વિચારક્રિયાથી બહાર છે. વિચારક્રિયા પુદ્ગલમાં છે. શુદ્ધાત્મા નિર્વિચાર છે.
પ્રશ્નકર્તા ઃ એટલે આ દર્શનક્રિયા છે ? દાદાશ્રી દર્શનક્રિયા અને જ્ઞાનક્રિયા. અને વિચારક્રિયા જુદી વસ્તુ છે. પ્રશ્નકર્તા : વિચારક્રિયા તો સંસાર જ બંધાવે.
દાદાશ્રી : એ આપણે બંધાયેલો કે ના બંધાયેલો નથી જોવો. એ તો કોઈ સંજોગમાં તેમ નથી હોતું, પણ એ ચારિત્રમોહ હોય. એવું આપણે બહુ ભાંજગડમાં ઊતરવાની જરૂર નહીં.
પ્રશ્નકર્તા અમારે બધા કાર્ય કરવા માટે તો વિચારક્રિયાની જરૂર છે ને ?
દાદાશ્રી : એ તો બધું હોય જ. એ તો સંસારની, વ્યવહારની વાત આવી. એ અસંગની વાત કહે છે. મેં તમને કશું વિચારવાનું સોંપ્યું નથી. ફક્ત આજ્ઞામાં રહો અને સંસારનો, તમારા વ્યવહારનો, ફાઈલોનો નિકાલ કરો, એટલું જ મેં કહ્યું છે. સરળ ને સીધી વાત છે આ.