________________
૧૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
હું શુદ્ધાત્મા છું' તે જ અસંગપણાનું લક્ષ છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. અસંગપણું એ જ વિરતિ છે. આત્મા પ્રાપ્ત થાય તો જ સર્વસંગ પરિત્યાગ થાય.
તમને આત્મા આપ્યો છે. તમને પોતાનું સ્વરૂપ, સર્વ સંગથી રહિત માત્ર આત્મા આપ્યો છે. કોઈ સંગ એને અડે નહીં, અને (જો) સંગ અડ તો આત્મા કોઈ દહાડોયે આત્મવત્ થાય નહીં. એ સંગથી અસંગ બનાવ્યા પછી તો આ જ્ઞાન તમને પરિણામ પામ્યું છે. નહીં તો પામે નહીંને ! હવે નિશ્ચયથી અસંગ છો, એટલે અસંગ થઈ ગયા છો, નિશ્ચયથી. વ્યવહારના લોકોય બોલે પણ તે ના ચાલે. તમારે તો અસંગ સ્વરૂપનું લક્ષ રહે છે જાતે. લક્ષ એટલે શું? આત્મધ્યાન કહેવાય. પહેલું “હું ચંદુભાઈ છું એવું ધ્યાન હતું, હવે “શુદ્ધાત્મા છું' ધ્યાનમાં આવ્યું. આ “હું શુદ્ધાત્મા છું ધ્યાનમાં અમુક ભાગ તો ઘણો ખરો શુદ્ધાત્મા ધ્યાનમાં જાય. બહુ ફાઈલો હોય તો જરાક ચૂકી જાય, પણ તોયે ધ્યાનમાં શું છે ? શુદ્ધાત્મા. એ શુક્લધ્યાન છે, અસંગ સ્વરૂપ છે. આથી મોટું પદ વર્લ્ડમાં કોઈ ન હોય. (આ તો) અવિરતિપદ છે. એટલા માટે સાચવવાનું એટલું જ કે આપણે અવિરતિપદમાં આવ્યા છીએ, એટલે આ બધાનો નિકાલ તો કરવો પડશેને ? અમારી આજ્ઞામાં રહે એટલો ઉકેલ થઈ જાય.
કુસંગમાંય અસંગ, આજ્ઞારૂપી પ્રોટેક્શનથી પ્રશ્નકર્તા ઃ અસંગપદ પામ્યા પછી આજ્ઞાનું મહત્વ કેટલું ?
દાદાશ્રી : આ આજ્ઞા એટલે આ રાઈટ બિલીફ ફરી બદલાય નહીં, એના માટે અમે આપેલું પ્રોટેક્શન. (એનાથી) ફરી બિલીફ બદલાઈ ના જાય. આ લોકોનો કુસંગ પુષ્કળ છે, એટલે બિલીફ ફરી બદલાઈ જવાનો સંભવ. જો કુસંગમાં ના રહેતા હોય અને સત્સંગમાં રહેતા હોય, તેને તો પછી બિલીફ બદલાવાનીય નથી, તો એને આજ્ઞાની જરૂર નથી. પણ સત્સંગમાં રહેવાય એવું નથી અને કુસંગમાં રહેવાનું છે એટલે બિલીફ બદલાઈ જાય. એટલે આજ્ઞા પાળો તો પછી એ પ્રોટેક્શન હોય, તો પછી તમારે આ બિલીફ બદલાય જ નહીં. પણ નર્યો આખો દહાડો કુસંગ કુસંગ