________________
(૬.૨) અસંગ ને નિર્લેપ
૧૪૧
મેં કહ્યું એ ભ્રાંતિરસ ઓગળતા થાય અસંગ
હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે નિર્લેપ પ્રતીતિથી જ થઈ ગયા, અસંગ જ થઈ ગયા. પોતે આ દેહથી અસંગ જ છે. દેહને અડતો નથી. જે દેહને ચોંટેલો હતો ભ્રાંતિથી, તે અમે જ્ઞાન આપીએને, તે દહાડે બેઉ છૂટું પડી ગયું. હવે શેનાથી ચોંટેલો હતો? ત્યારે કહે, ભ્રાંતિરસથી. એ કહે “મેં આ કર્યું કે તરત જ ભ્રાંતિરસ ઉત્પન્ન થયો અને એની મહીં વચ્ચે પડે. એ ભ્રાંતિરસ કોઈ દહાડો ઓછો થાય નહીં. રોજ કારખાનું ચાલુ જ હોય. એટલે ભ્રાંતિરસ અને ઓગાળી નાખીએ અને છૂટું કરી નાખ્યું. હવે છૂટું કર્યા પછી અસંગ થઈ ગયો. આમ અડેલું છે પણ સંગ નથી. નિરંતર અસંગ રહે છે, અસંગ, નિર્લેપ. એને હવે લેપ અડે નહીં.
પ્રશ્નકર્તા ઃ બ્રાંતિમાં ક્યારે બેસી જવાય એ ખબર નથી પડતી તે
દાદાશ્રી : આ જ્ઞાન આપ્યા પછી તું એક ક્ષણ લેપાયમાન થયો નથી. નિર્લેપ જ રહ્યો છે, અસંગી જ રહ્યો છે. પણ જેમ પરિચય વધતો જશે, ફોડ પડતો જશે, એટલે ભ્રાંતિમાં પડ્યા જ નથી, એ ભાન આવશે. રાતે ઊઠ્યા પછી તરત “શુદ્ધાત્મા છું'નું લક્ષ આવ્યું તો જગત આખાની વિસ્મૃતિ હતી, નહીં તો રાતે બધા પ્રકારનું ભાન જતું રહે છે. પણ શુદ્ધાત્મા પહેલા યાદ આવ્યો એટલે શુદ્ધાત્માના ભાનમાં આવી ગયા.
હું ચંદુ' નહીં પણ “હું શુદ્ધાત્મા' તો થયો અસંગ
અસંગ એટલે “હું શુદ્ધાત્મા', એના સિવાય બીજું ભાન નહીં. પોતે અસંગ એવો શુદ્ધાત્મા છે. હું અસંગ જ છું, નિર્લેપ જ છું. પેલી રોંગ માન્યતા તૂટી ગઈ એટલે ગયું. એ રોંગ માન્યતા હતી. તેથી તો લોક કહે,
અસંગ કેવી રીતે કહેવાઉ ?” એમ ના કહે લોકો? અને તમને તો પોતાને સમજાય કે આ રોંગ માન્યતા તૂટી. “હું ચંદુભાઈ છું એ આપણને બીજા પદમાં ભ્રાંતિ પડી હતી. પણ હવે જેટલું અવળું આરાધન કરેલું, તેટલું ફરી સવળું કરો તો છૂટે. એટલે સવળું થઈ જાય. આ જેટલા અવળે રસ્તે ચાલ્યા એટલા પાછા ફરવું પડે.