________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : નિર્લેપ ને અસંગ બેમાં ફેર. અસંગમાં એમ લાગે કે કો'ક પાછળ અડ્યું છે પણ કોઈ અડ્યું જ ના હોય. વચ્ચે અવકાશ હોય જ ને નિર્લેપમાં તો અડ્યું જ ના હોય. અસંગવાળો તો ફરી ચોંટીય જાય ખરો પણ નિર્લેપવાળાની તો વાત જ જુદી. ક્યારેય લેપાયમાન ન થાય.
૧૪૦
પ્રશ્નકર્તા : નિર્લેપ અવસ્થામાં એના ડિસ્ચાર્જ કર્મો ઘણા ખરા પૂરા થઈ જ ગયા હોયને ?
દાદાશ્રી : હા, કો'ક કો'ક જ રહ્યા હોય.
પ્રશ્નકર્તા : નિર્લેપ અવસ્થાવાળાને નિર્લેપનુંય ભાન તો હોયને ?
:
દાદાશ્રી : ના હોય. નિર્લેપપણાનું ભાન હોય તો તો લેપ છે. અમને એ ના રહે. અને અસંગવાળાને સંગનું ભાન રહે. અવસ્થામાં અસંગ તો સાધારણ માણસનેય અમુક અમુક બાબતમાં રહે. આ બાર આનાનો ભોટવો તૂટ્યો હોય તો ઘરમાં કોઈ કશું જ બોલે કરે નહીં, એનું શું કારણ ? એની ડિવેલ્યૂ થઈ ગઈ છે તેથી ને વેલ્યૂવાળી વસ્તુમાં અસંગ રહેવું તે ખરું. આપણું આ વિજ્ઞાન વેલ્યૂએશનવાળી વસ્તુનું ડિવેલ્યૂએશન કરી નાખે છે કે આ વિનાશી છે, તકલાદી છે.
અમે અવસ્થામાં અસંગ હોઈએ ને પાછા નિર્લેપ હોઈએ. અવસ્થામાં નિર્લેપ તે તો જ્ઞાની સિવાય બીજો કોઈ રહી ના શકે. આ અમે જ્ઞાન આપીએ એટલે મહાત્માઓ અસંગ રહી શકે.
અમને આત્મ અનુભવ નિરંતર રહે ને અવસ્થામાં અમે નિર્લેપ રહીએ અને તમને મહાત્માઓને આત્મા બિલીફમાં રહે ને તેથી અવસ્થામાં તમે અસંગ રહી શકો. આ આપણું વિજ્ઞાન શું કહે છે કે તમારે મહાત્માઓને અવસ્થાઓમાં અસંગ રહેવાનું ને ધીમે ધીમે નિર્લેપ થવાશે.
પ્રશ્નકર્તા : દાદા, એવું અમારે ક્યારે થશે ?
દાદાશ્રી : અમે જે સ્ટેશને પહોંચ્યા છીએ તે સ્ટેશને પહોંચશો એટલે તમારે તેવું થશે. આ પ્રત્યક્ષ પુરાવો જોયોને તમે ? પુસ્તકમાંનું નહીં.