________________
૧૨૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા: એ પેલું અડી આવીએ છીએને, એનાથી સુખ જતું રહે છે.
દાદાશ્રી: હા, એ તો પણ કટેવ પડેલી જાય નહીંને હવે ! આપણે પ્રતિક્રમણ કરવું. ‘ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો' કહીએ. આ તો બહુ સુંદરસરળ માર્ગ છે ! તે મોક્ષ હાથમાં આવી ગયેલો છે.
તમે તો ભગવાન મહાવીર જેવા થયા છો. જો તમને રહેતા આવડે તો તમે મહાવીર છો. તમને તો નિર્લેપ, અસંગ મહાવીર જેવા બનાવ્યા છે. પણ રહેતા આવડવું જોઈએ. આવી વસ્તુ જો પ્રાપ્ત કર્યા પછી વાપરતા ના આવડે તો આપણું ઓવરવાઈઝપણું છે.
આભાસંબંધી )તિ શંકતા કે નિર્ભયતા – તિરુસંગતા
પ્રશ્નકર્તા : નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને નિર્ભયતાથી અસંગતા ઉત્પન્ન થાય છે. અસંગતા એ જ મોક્ષ કહેવાય છે.
દાદાશ્રી : હા, નિઃશંક આત્માથી નિર્ભયતા થાય છે અને પછી અસંગતા ઉત્પન્ન થાય. પછી પોતે અસંગ સ્વરૂપે રહી શકે. કૃપાળુદેવે આ બહુ ઝીણવટથી લખ્યું છે અને આપણા જે શાસ્ત્રો છે ને એ લાંબા છે, એનો પાર આવે એવો નથી. આ કૃપાળુદેવે બહુ લાંબું ચિતર્યું નહીં, ટૂંકામાં અને શૉર્ટ કટમાં સમજણ પાડી દીધી. પણ કૃપાળુદેવનું સમજ્યા છે તોય આત્મા જાણ્યા વગર છૂટકો નથી. આત્મા જાણવા માટે આ બધા શાસ્ત્રો લખ્યા છે.
આત્મા સંબંધમાં નિઃશંકતા ઉત્પન્ન થઈ, તો “વર્લ્ડમાં કોઈ શક્તિ એને ભયકારી બની શકે નહીં. નિર્ભયતા ! અને નિર્ભયતા ઉત્પન્ન થાય એટલે સંગમાં રહેવા છતાં નિઃસંગ રહેવાય. ભયંકર સંગોમાં રહેવા છતાંય નિઃસંગતા હોય, એવું આ કૃપાળુદેવ કહેવા માગે છે.
બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય અને “હું શુદ્ધાત્મા' તો નિઃશંક થઈ ગયો. એટલે દુઃખ ગયું. એટલે નિઃશંક થાય તો જ કામ ચાલશે.