________________
(૬.૧) સંગમાં એ અસંગ
૧૨૭
છૂટી જાય એવો છે ? આ સંગ ક્યારે છૂટે ? પણ છતાંય ક્રમિક માર્ગ તો એવો જ છે, એમાં છોડવું જ પડશે. અહીં તો તમે અસંગ જ થઈ ગયા. હવે તમારે સંયોગો ને વિયોગો બે રહ્યા.
પ્રશ્નકર્તા: સંયોગો અને વિયોગો ?
દાદાશ્રી : હા, તે સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. વિયોગેય કંઈ કરવાનો નથી. સંયોગ વિયોગ થયા કરે. સવાર થાય અને કંઈ ને કંઈ સંયોગ થયા કરે. છેવટે માથામાં દુખે એય સંયોગ ભેગો થાય. પણ એ સંયોગ વિયોગી સ્વભાવનો છે ને ? બધા સંયોગ વિયોગી સ્વભાવના છે. એટલે તમારે શું કરવાનું ? જોયા કરવાનું. ધીરજ પકડી રાખવાની. એ એની મેળે ઊઠીને ચાલ્યો જશે.
શુદ્ધાત્મા ભાતે થયો સર્વભાવથી અસંગ પ્રશ્નકર્તા ઃ (શ્રીમદ્ પત્ર-૬૦૯)-૬. અહીં શું કહે છે ? “સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે.”
દાદાશ્રી : હવે તમે સર્વભાવથી અસંગપણ થયા છે. કોઈ પણ ભાવ તમને રહ્યો નહીં. ભાવ હોયને ત્યાં અભાવ હોય. એકલો ભાવ હોય નહીં. ભાવ એટલે રાગ અને અભાવ એટલે દ્વેષ. અને તમને કશાના ભાવ-અભાવ છે ? તમે જો ચંદુભાઈ હોય તો ભાવ આવે પણ તમે શુદ્ધાત્મા થયા, તે ભાવ જ ક્યાં રહ્યો ? સ્વભાવ રહ્યો. આ ભાવ તો વિભાવ છે, વિશેષભાવ. સર્વભાવથી અસંગપણું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, પણ દુષ્કરમાં દુષ્કર સાધન તમે કરીને બેઠા હવે. તમને નથી લાગતું ? મન-બુદ્ધિ કબૂલ કરે છે ? પછી વાંધો શો તમને? આપણા દેશની પાર્લામેન્ટ મંજૂર કરે, પછી હવે એથી વધારે શું? - હવે તમને તો અસંગ જ બનાવ્યા છે, ત્યારે તમે પાછા અડી આવો છો એને જઈને આમ. શું કરવા અડવાની જરૂર ? છતાંય તમને કર્મ નહીં બંધાય, એવું આ વિજ્ઞાન છે. પાછું અડી આવો તો તમને મૂંઝામણ થાય એટલું જ, એટલો ટાઈમ તમારું સુખ જતું રહે એટલું જ, બીજું કંઈ તમને વાંધો નહીં આવે.