________________
(૬.૧) સંગમાં એ અસંગ
જશે. જગત આખું કલ્પીને જ ઊંધું થયેલું છે ને ! અસંગીને સંગ ક્યાંથી થયો ? મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદન અસંગ જ છું. આ સંગી ક્રિયાઓ છે, તેથી કરીને મારી ક્રિયાઓ નથી. આ વાક્યો ઈટસેલ્ફ બોલે એવા છે. આખું જ્ઞાન જ ઉઘાડું કરે એવું છે આપણું વાક્ય એક-એક.
૧૨૩
:
પ્રશ્નકર્તા ઃ તેથી જ જ્ઞાની પુરુષનું માહાત્મ્ય છે કે જેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને અસંગ થવાય છે.
દાદાશ્રી : હા, આ જ્ઞાની પુરુષને જોયા નથી, દર્શન કર્યા નથી, એમનો શબ્દ સાંભળ્યો નથી. એક શબ્દ સાંભળે કલ્યાણ થઈ જાય. જે નિત્ય મુક્ત છે, નિત્ય સમાધિવાળા અને નિત્ય આત્મા થયેલા છે. જેનું અનિત્યપણું બધું સર્વથા છૂટી ગયેલું છે, સનાતનપણું પ્રાપ્ત થઈ ગયેલું છે, ત્યાં અસંગ થવાય.
સર્વે અવસ્થાઓના સંગમાંય અસંગતા એ જ અસંગ
આ અમારું વિજ્ઞાન બહુ જુદી જાતનું છે. સંસારમાં છૂટા રહેવાય, લોક સમજી જાય કે ઓહોહો, સંસારમાં રહે છે ને નિર્લેપ રહે છે, અસંગ જ રહે છે. અને પેલો એકલો નાઠો હોય તોય મૂઓ એનું મન પાછું ચોંટ્યું હોય. જંગલમાં જાય તોયે ઝૂંપડી ઊભી કરે, ગાય ને બકરી પાળે. પણ જ્યારે તને ભીડમાં એકાંત લાગશે ત્યારે ઉકેલ આવશે એમ ભગવાન કહે
છે.
ત્રણ પ્રકારના સંગ : ૧) કુસંગ ૨) સત્સંગ અને ૩) અસંગ. આ તો કુસંગ-સત્સંગ બન્નેવ જાળો છે. એકમાંથી નીકળે તે બીજામાં પેસે. આ છેલ્લો તે અસંગ. અસંગ મૂળ પોતે, કશું જ અડે નહીં.
પ્રશ્નકર્તા : અને દાદા, એ ત્યાગ વૈરાગ્ય કરે પણ અહંકાર સહિત હોયને ?
દાદાશ્રી : હા, બુદ્ધિય હોય ત્યાં. જેટલી બુદ્ધિ હોય એટલા પ્રમાણમાં અહંકાર હોય અને અહંકાર હોય ત્યાં નિર્લેપતા ના હોય.