________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
સંગદોષ છે જ. આમનો સૂઈ જઉં કે આમનો સૂઈ જઉ પણ સંગદોષ છે અને નાટકમાં ફરતો હોય તેને બધી ક્રિયા હોવા છતાં સંગ લાગતો નથી. તમને તો ખાતરી બેસી ગઈ છે ને કે આપણે તો હવે નાટક વચ્ચે છીએ ?
૧૨૨
આત્માતે ક્રમિકમાં માતે સંગી, અક્રમમાં છે અસંગ
પ્રશ્નકર્તા : દાદા, આપ કહો છો કે જ્ઞાન પછી તમે અસંગ થઈ ગયા પણ ક્રમિકમાં સમકિત થયા પછી પણ આત્માને અસંગ કરવાનું કહે છે.
દાદાશ્રી : ક્રમિકમાં સમકિત થાય ત્યારે આત્માને પૂરો જાણ્યો નથી હોતો. એ લેપાયમાન આત્માને આત્મા જાણે છે, સંગી આત્માને આત્મા જાણે છે.
એટલે પછી એને સમો કરવા ફરે છે. એ તો આને જ આત્મા જાણે છે, વ્યવહાર આત્માને જ. આ જ મુખ્ય આત્મા છે, દરઅસલ આત્મા જ આ છે ને આને જ અસંગ કરવાનું છે ને આને સ્થિર કરવાનો છે એવું માને છે. અલ્યા, મૂળ આત્મા સ્થિર જ છે, આત્મા અસંગી જ છે. નિર્લેપ કરવા માટે આખી દુનિયાનો બધો ત્યાગ કરે છે. જંપીને બેસતો નથી. આત્મા નિર્લેપ જ છે, તને ભાન થવું જોઈએ.
પ્રશ્નકર્તા ઃ બરોબર છે ? મૂળ આત્મા તો અસંગ સ્વરૂપે જ રહેલો
છે.
દાદાશ્રી : હા, અને વ્યવહાર આત્મા જેવું ચિંતવે એવી અસર કરે. કારણ કે સંગની અસરવાળો છે. ‘હું અસંગ છું’ એવું ચિંતવે તો અસંગ થઈ જાય. ‘હું સંગી છું’ તો સંગી થઈ જાય. જેવો સંગ મળે તેવો આભાસ થઈ જાય. સંગી ક્રિયાઓથી આત્મા અસંગ જ છે. તેથી આપણે ખુલ્લો કર્યો છે કે ભઈ, સંગી ક્રિયાઓથી અસંગ છે. શા માટે તમે માની બેઠા છો કે હું ફસાયો ? નહીં તો વ્યવહાર આત્મા જેવો કલ્પો એવો થઈ જાય તરત. ‘છે’ એમ કલ્પો તો વાંધો નથી, ‘નથી’ એમ કલ્પો તો ઊંધો થઈ