________________
(૬.૧) સંગમાં એ અસંગ
૧ ૨૧
નથી. એટલે આપણું જ્ઞાન જ અસંગ કરે છે. એટલે પછી સંગદોષ જીતાઈ ગયો.
આપણે કહીએ છીએને, મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદન અસંગ છું. એ સંગદોષ જીત્યો.
આ “ફાઈલ” કહી કે પોતે અસંગ. આત્મા સિવાય બીજા બધા ભાગને “ફાઈલ” જ કહીએ છીએ. “આ ફાઈલ નંબર વન” કહ્યું એટલે આત્મા છૂટો.
અસંગ થયા પણ બાકી રહ્યું સંગદોષ ફળ પ્રશ્નકર્તા ઃ આમ તો હું સંગ વિહીન જ છું ને પણ ? આત્માનું સ્વરૂપ તો સંગ વિહીન જ છે ને ?
દાદાશ્રી : સંગ વગરનું જ છે. પ્રશ્નકર્તા : પણ છતાંય સંગદોષ લાગે છે તે ?
દાદાશ્રી : અજ્ઞાનતાને લઈને જ બધું. અજ્ઞાનતા ખસે તો બધું જતું રહે, હડહડાટ.
પ્રશ્નકર્તા: એટલે એ અજ્ઞાન મારું સંગદોષને લીધે છે ને ?
દાદાશ્રી : હા, બસ. એટલે તમે એ અસંગ થઈ ગયા હવે. તમે શુદ્ધાત્મા છો અને અસંગ છો, નિર્લેપ જ છો. પોતાનું સ્વરૂપ જાણ્યું, અસંગ જ તદન. તો પણ તમને જે પહેલા અજ્ઞાન દશામાં સંગદોષ લાગેલો છે, તે ફળ ભોગવવાનું રહ્યું છે.
પ્રશ્નકર્તા : દાદા, એટલે ઘણીવાર એવું બને છે કે આ હું નગીનભાઈના સંસર્ગમાં છું, હું મગનભાઈના સંસર્ગમાં છું, તો મન-વાણી અને કાયાથી અમુક જે બોલાય, વિચાર આવે, વર્તન થાય એ બેની હાજરીને હિસાબે થાય, એ બેના સંગને હિસાબે થાય, તો એ સંગદોષ મને લાગે ?
દાદાશ્રી: નાટકમાં સંગદોષ લાગે નહીં અને નાટકની બહાર બધે