________________
૧ ૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
અસંગ ન હોઈ શકે. અસંગ, સંગમાં હોવો જોઈએ, સંપૂર્ણ ભીડમાં હોવો જોઈએ, એનું નામ અસંગ કહેવાય. આ નાસી જઈએ અહીંથી, એ અસંગ ના કહેવાય. ગમે તેને, હિમાલયમાં નાસી ગયા તેને અસંગ કહેવાય નહીં. એકલા પડી રહીએ તોય જ્યાં મન છે ત્યાં અસંગ હોઈ શકે નહીં માણસ કોઈ. અસંગને કશું અડે નહીં. ભીડમાં પણ અસંગતા હોય, ભીડમાં પણ નિર્લેપતા હોય.
લોક અસંગ થવા સંગ છોડ છોડ કરે છે. જ્યારે અક્રમ જ્ઞાન શું કહે છે ? વ્યવહાર ભલે હો કોટી સંગ. ચંદુભાઈ પોતે તો વ્યવહાર છે. તેની મહીં તો કેટલા વાળ, કેટલીયે નસો, કપડાં કેટલાય ! કોટી સંગ પણ ભગવાનમાં તું નિશ્ચય રાખ. મન-વચન-કાયાથી અસંગ થઈ ગયા એટલે બધા સંગોથી અસંગ થઈ ગયા.
એટલે અમારે તો વ્યવહાર એક્સેપ્ટ (સ્વીકાર) હોય, ને લોકો કહેશે, એય, સંગથી નાસો ! આ હાર પહેર્યા છે તો આ ફૂલો છે, એ દરેકના કેટલા સંગ થઈ જાય ? એનાથી મારું અસંગપણું છૂટું ? આ બહારનો ભાગ સંગવાળો છે અને પોતે અસંગ છે.
અવસ્થામાં અસંગ રહેવાય તો બહુ થઈ ગયું. અવસ્થામાં અસંગ રહેવાય તે જ આત્મા અનુભવ છે. અવસ્થામાંથી તો કોઈ અસંગ થયેલો નહીં. આ આપણું વિજ્ઞાન અવસ્થામાં અસંગ રાખે.
એટલે આ સંગમાં અસંગ રહેવાની ક્રિયા શીખો. બાકી આ રસ્તે તું અસંગ ક્યારેય પણ નહીં થઉં, આ મોહની દુકાનોથી.
આત્મા-પરમાણુ અસંગી, અહંકાર સંગી જ્ઞાન પછી આ સંસારની કોઈ ચીજ અડે નહીં. સંસારમાં રહેવા છતાં, સ્ત્રી સાથે રહેવા છતાં પુરુષ સંપૂર્ણ નિર્લેપ રહી શકે, અસંગ રહી શકે. આ મોટરની આગળ લાઈટ હોય તે બાન્દ્રા (મુંબઈનું પરું)ની ખાડીમાં પડે તો કાદવને અડે કે ના અડે? કાદવવાળું થાય એ લાઈટ ? ત્યારે મહીં પાણી અડે કે ના અડે ? પાણીવાળું થાય ? ત્યારે ગંધને અડે કે ના અડે ?