________________
શેય પ્રમાણે જ્ઞાન શૈયાકાર થાય, પણ પોતે ચોંટતો નથી. રોંગ (અવળી) માન્યતાથી તદ્રુપતા ભાસે છે. માન્યતા સવળી થાય ત્યારે તે પોતાના અસલ સ્વરૂપમાં જ હોય.
પુગલની અવસ્થામાં કેરીને બદલે બીજું જુએ તોય ચેતન શુદ્ધ જ છે. શેયને જાણવામાં પરિણમેલી-તદાકાર-શૈયાકાર થઈ ગયેલી અવસ્થામાંય પણ પોતે શુદ્ધ જ છે. શેય કંઈ અડતું નથી.
આ ભૌતિક પ્રકાશ શેયને એક બાજુ પ્રકાશે, તો બીજી બાજુ અંધારું હોય. જ્યારે આત્માનો પ્રકાશ તો શેયને એક્ઝક્ટ સ્વરૂપે ચોગરદમથી રૂપ-રસ-સ્પર્શ-ગંધ સહિત બધું પ્રકાશે. પાછો એનો છાંયો ના પડે.
શેયના આકારે જ્ઞાન થઈ જાય એનું નામ પરિણમેલી કહેવાય. શેયને જાણવામાં જ્ઞાનની અવસ્થા ઉત્પન્ન થાય. જ્ઞાનના પર્યાય શેયાકાર થાય, જ્ઞાન પોતે જ્ઞાનાકાર જ રહે, પોતે શુદ્ધ જ રહે.
શેયોને વીતરાગતાથી જાણવામાં કોઈ હરકત નથી. શેયો જોડે રાગ-દ્વેષથી બંધન છે, બાકી જોયો કંઈ નડતા નથી.
જ્ઞાની, શેય જાણવામાં પરિણમે તોયે સંપૂર્ણ શુદ્ધ છે અને સંસારીઓને સ્વાદ આવે, ઈચ્છા થાય તો એ ચોંટે.
જ્ઞાની વાસ્તવિકતા જોઈને બોલે છે. શેય દેખી તેવા આકાર જેવો પોતે થઈ જાય છતાં એમાં તન્મયાકાર થતો નથી, લેપાયમાન થતો નથી. શેયાકારમાં દશા પરિણમે પણ પોતે છૂટો ને છૂટો જ છે. એ કેટલી જબરજસ્ત શક્તિ ધરાવે છે !
આત્માનો જ્ઞાનપ્રકાશ, જ્યોતિ સ્વરૂપ છે. તે શેયને જુએ અને પોતે શેયાકાર થાય પાછો, છતાં અડે-કરે નહીં. એમાંય શુદ્ધતા રહે. છતાં ત્યાં માની બેઠો છે કે આ મને કર્મ અડ્યું. શાથી માને છે ? મહીં પાપ-પુણ્યના જે પર્યાયો છે તે એને આવું મનાવડાવે છે. પણ આ જ્ઞાન પછી એ પાપપુણ્યના પર્યાયો જ્ઞાનથી તૂટી જાય છે. પછી શુદ્ધતાની જાગૃતિ આવી જાય છે.
જ્ઞાન શેયમાં પરિણમે છતાં હું શુદ્ધ જ છે. કોઈ કહેશે, “આ ચોંટી ગયું ?” “ના, હું શુદ્ધ જ છું.” માટે ગભરાશો નહીં. “હું” (આત્મા) બગડ્યો જ નથી, આ તો અહંકારની માન્યતા બગડી છે.
19