________________
(ક્રમિક માર્ગે) પ્રતીતિ ખંડ (ભેદ) હોય, લક્ષ ખંડ હોય પણ અનુભવ ખંડ ના હોય. અનુભવ એટલે જ્ઞાન, એ અખંડ (અભેદ) જ હોય. (જે આવ્યા પછી જાય નહીં.)
દૃશ્યો અનંત છે, એની સામે દર્શન અનંત છે. દશ્યો અનંત હોય ને દર્શન થોડુંક જ હોય તો શી રીતે ચાલે ? એને પહોંચી ના વળાય. પણ દૃષ્ટાનું દર્શન અનંત.
જ્ઞાન અને દર્શનમાં ભિન્નતા છે. નક્કી થયા પહેલા, ‘કંઈક છે’ એને દર્શન કહેવાય અને નક્કી થયું કે ‘આ છે’ એને જ્ઞાન કહેવાય.
દ્રષ્ટાએ દૃશ્યને જોયું એટલે દર્શન ઊભું થાય અને જ્ઞાતાએ જ્ઞેયને જાણ્યું એટલે જ્ઞાન ઊભું થાય.
આવા જ્ઞાન-દર્શન આદિ અનંતા ગુણો થકી પોતે સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે.
[૨.૨] અનંતા જ્ઞેયોને જાણવામાં... શુદ્ધ છું
‘અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું.' આ વાક્ય યથાર્થપણે સમજાય તો પરમાર્થસ્વરૂપ થઈ જાય. આ શાસ્ત્રનું વાક્ય નથી, ખુદ પરમાત્મ સ્વરૂપ થયા સિવાય આ વાક્ય કોઈ બોલી ના શકે. આ વાક્ય એવું છે કે એ પોતે તે દશામાં પહોંચવું પડશે સમજવા માટે. આ વાક્ય સમજાશે ત્યારે આ દાદાના જ્ઞાનની પૂર્ણાહુતિ થશે. જે આત્માના અનુભવમાં રહેતો હોય તે જ આ વાક્ય સમજે. આ વાક્ય બહુ ઊંડું છે. આમાં સંસારથી અબંધ રહેવાની બધી જ સામગ્રીઓ મહાત્માઓને પરમ પૂજ્ય દાદાશ્રીએ આપી દીધી છે !
આખું જગત શૈયોથી ભરેલું છે, અનંતા જ્ઞેયો છે. હવે એ જ્ઞેયોને જાણવામાં અનંતી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે, છતાં એ અવસ્થાઓ પોતાને ચોંટતી નથી. પોતે શુદ્ધ જ રહે છે.
કેરી જોઈ એટલે જ્ઞાન કેરીના આકારે થઈ જાય, પણ જ્ઞાનેય છૂટું ને જ્ઞેય છૂટું ને જ્ઞાતાયે છૂટો. ચોંટતું નથી એ શુદ્ધ જ્ઞાન કહેવાય, બુદ્ધિજન્ય જ્ઞાન ચોંટે.
18