________________
શેય-દશ્ય વિનાશી છે અને જ્ઞાતા-દ્રષ્ટા અવિનાશી છે. જે કલ્પનાથી દેખાય તે શેય-દશ્ય છે, નિર્વિકલ્પ દેખાય છે એ જ્ઞાતા-દ્રષ્ટા છે.
શેયોનો વિશેષ ફોડ અત્રે મળે છે.
મોચી જે સીવે છે એ ક્રિયા ય નથી, જે જ્ઞાનથી સીવે છે એ જોય છે. વકીલાતની ક્રિયા એ ય નથી, પણ જે જ્ઞાનથી વકીલાત કરે છે એ જ્ઞાન જ શેય છે.
- ક્રિયા માત્ર પરસત્તા છે. ક્રિયાવાળું જ્ઞાન પણ પરસત્તા છે. મોચીનું જ્ઞાન, વકીલાતનું જ્ઞાન, ડૉક્ટરી જ્ઞાન એ બધાં અહંકારી જ્ઞાન, એ પરસત્તામાં છે. અહંકારને પણ જે જાણે છે તે સ્વસત્તા છે.
મોચીની ક્રિયાનું જે જ્ઞાન થયેલું છે, એ જ્ઞાનને જાણનારો અહંકાર છે. ક્રિયાનું જે જ્ઞાન છે તે બુદ્ધિજ્ઞાન છે. એને જાણનારો બુદ્ધિનો માલિક - અહંકાર. વકીલાત કેવી રીતે કરાય, એ જાણે. એમાં પોતે ભૂલ કરે, તો પાછો જાણે કે મારી આ ભૂલ થઈ ગઈ, આવું ના થવું જોઈએ. એ જ્ઞાનના આધારે જાણે, પણ એ બુદ્ધિજ્ઞાન છે.
એટલે આખા જગતના બધા સજ્જેક્ટ જાણે છતાં એ જ્ઞાન બુદ્ધિમાં સમાય.
પાંચ ઈન્દ્રિયોથી જે જે જણાય છે, એ આત્માના જ્ઞાનથી છે? ના, એ તો ઈન્દ્રિયજ્ઞાનથી જાણે છે. એ તો અજ્ઞાનીયે જાણે. ઈન્દ્રિયજ્ઞાનથી જાણવામાં અજ્ઞાનીને કે જ્ઞાનીને ફેર નથી, બન્નેના અતીન્દ્રિયજ્ઞાનમાં ફેર છે. જ્ઞાનીને અતીન્દ્રિયજ્ઞાન હોય. અતીન્દ્રિયજ્ઞાનમાં જે આંખે દેખાતા નથી, એવા મનના પર્યાય, બુદ્ધિના પર્યાય, એને આત્મા અતીન્દ્રિયજ્ઞાનથી જાણે છે. આ ઈન્દ્રિયજ્ઞાન (બુદ્ધિ) છે એ અહંકારનું જ્ઞાન છે, એ પણ આત્મા જાણ્યા કરે.
મૂળ આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે, કેવળજ્ઞાન પ્રકાશ જ છે, જ્યારે હું એ પોતે અનંતજ્ઞાનવાળો છે.
આત્માના બધા ગુણોમાં અભેદ ભાવે આત્મા જ છે. ત્યાં ભેદ નથી પણ જો એનું વર્ણન કરવું હોય તો ભેદ દેખાય, જુદું જુદું બોલવું પડે, પણ મૂળ સ્વરૂપે અભેદ જ હોય.