________________
[૧] અસંગ
[૬.૧]
સંગમાં એ અસંગ આત્મા સ્વભાવે અસંગ, વિશેષભાવે સંગી આત્મા અગમ્ય છે. જ્યાં દૃષ્ટિ પહોંચી શકે નહીં ત્યાં આત્મા છે. એ આત્મા નિર્લેપભાવે રહેલો છે, અસંગભાવે જ રહેલો છે.
પ્રશ્નકર્તા આત્માને અસંગી કહે છે પણ જોવામાં સંગી દેખાય છે.
દાદાશ્રી : આ સંગી થાય છે ને સંગી દેખાય છે ને, તે એમનો વિશેષભાવ છે, વિકૃતિભાવ. વિકૃત થયેલો છે એ ભાવ. નિર્લેપ આત્માને કશું અડે નહીં આમાં. ક્યારેય લેપાયમાન થાય નહીં, ગમે તેવું હોયને, ક્રોધ-માન-માયા-લોભ હોય તોય. આત્મસ્વભાવ તો સંગમાં રહેતો હોવા છતાં અસંગી છે. તેને કોઈ ડાઘ પડે નહીં. એ પોતે અસંગ સ્વભાવનો છે. એને સંગની જરૂર જ નથી કંઈ. આ તો ભ્રાંતિથી માને છે એવું કે મને આ વળગ્યું. પણ આ વળગ્યું નથી ને કશુંય નથી. અસંગ જ છે. અને આ થયું છે તે વૈજ્ઞાનિક અસર છે. છયે દ્રવ્યો અસંગ છે.
પ્રશ્નકર્તા ઃ દાદા, એટલે સ્વભાવગત આત્મા તો અસંગ જ છે?