________________
૧૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આમ, નિરાશા થઈ જાય, ગડમથલ થવા માંડે, એ વખતે હું અગુરૂ-લઘુ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું.” બોલાય ? - દાદાશ્રી : જો તમને મનમાં બહુ વિચાર આવતા હોયને ખૂબ જ અને મન ગૂંચાયા કરતું હોય, હતાશ કરી નાખે, ડિપ્રેસ કરી નાખે, ઊંચાનીચા પરિણામો લાવે તેવા પરમાણુઓ, ત્યારે હું અગુરુ-લઘુ સ્વભાવવાળો' એવા મહીં જાપ ચાલુ કર્યા અને એક-એક ગુંઠાણું કરો તો તો મહીં પાર વગરનું સુખ વર્તે ને મહીં સમતુલા આવી ગઈ. મન કોને મહીં વિચાર કરે. ‘અગુરુલઘુ સ્વભાવવાળો” બોલ્યા કે પેલાં બંધ થઈ જાય. બધાને સમતુલા થઈ જાયને ? સાયન્સ છે આ તો. એવું છે ને કે આ અહીં બટન દબાવો એટલે ત્યાં પંખો ચાલે.
બહારના ભાગમાં પરમાણુ ચંચળ થઈ જાય, તે “હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું” એમ બોલીએ તો તેની દવા થઈ ને પછી સ્થિર થવાય.
આત્મગુણોતી ભજતાએ થવાય તે રૂપ આંખો બળતી હોય તેય જોયા કરવું, પગ દુઃખતા હોય તેય જોયા કરવું, બધું જોયા કરવું. ઊંઘ ના આવતી હોય તો બીજા ઉપાય ખરા. તે આપણા આત્માના જે સ્વાભાવિક ગુણધર્મ છે ને, તે એક ગુણ બોલો કે રાગે પડી જાય. “હું અગુરૂ-લઘુ સ્વભાવવાળો છું.” પણ અજ્ઞાન દશામાં તો ભોગવ્યે જ છૂટકો. આ જ્ઞાનદશામાં ઉપાય હોય.
તમારો અગુરુ-લઘુ સ્વભાવ છે ને, એવું એક પોણો કલાક ધ્યાન કરોને તો અજાયબી ઉત્પન્ન થાય !
આત્માના જેટલા ગુણો છે તેનો વિચાર કરો, મનન કર્યા કરો તો તે ગુણો તમારામાં ઉત્પન્ન થશે. ગુણો કેળવાય, વ્યક્ત થઈ પ્રગટ થાય.