________________
૧૧૩
(૫) અગુરુ-લઘુ પુદ્ગલ છે અને આત્મા અગુરુલઘુ સ્વભાવનો છે. શું એનો સરસ સ્વભાવ ! પરમાત્મા ! આ દેહ ના હોય તો આખા જગત, આખા લોકમાં પ્રકાશ પડે એટલા તો પ્રકાશવાળા છે ! આ દેહને લઈને અંતરાઈ રહ્યા છે.
ગુરુ-લઘુ સંયોગોને જુદા “જોયા' કે છૂટ્યા
એટલે આપણે કહ્યું, આ સંસારની સર્વ જંજાળો ગુરુ-લવુ સ્વભાવવાળી છે, હું અગુરુલઘુ સ્વભાવવાળો છું. નિજ ગુણધર્મથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સવાંગ શુદ્ધ છું.
આત્માનું એકેએક પરિણામ સનાતન છે, શાશ્વતું છે અને આત્મા સિવાયનું બીજું બધું જ ગુરુ-લઘુ સ્વભાવવાળું છે, વિશેષ પરિણામો છે. ફક્ત આપણે જાણી લેવાનું કે આ તો વિશેષ પરિણામો છે ને હું તો શુદ્ધાત્મા છું. જગતના તમામ સંયોગો પૂરણ-ગલનવાળા છે અને મારા સ્વભાવથી હું અગુરુલઘુ સ્વભાવવાળો છું.
ક્રોધ-માન-માયા-લોભ એ પુદ્ગલ ભાવ છે. એ વધેઘટે ને આત્માનો સ્વભાવ વધે નહીં, ઘટે નહીં એવો અગુરૂ-લઘુ સ્વભાવ છે. એટલે ક્રોધ-માન-માયા-લોભ થાય એને “આપણે” “જોયા કરવાના કે “ઓહોહો ! આ વધ્યો. આ ઘટ્યો !” એટલે “આપણે” છૂટા રહ્યા. પછી આપણે” જોખમદાર નહીં. પુદ્ગલભાવમાં ભળ્યા એટલે તમારી જોખમદારી, તમે સહી કરી આપી અને સહી ના કરી આપી, ભળ્યા નહીં એટલે છૂટ્યા, એવું ભગવાન કહે છે.
“અગુરુલઘુ સ્વભાવવાળો છું' એવું લઘુ-ગુરુવાળા સંયોગોમાં પણ (આપણને) યથાર્થ રહેવું જોઈએ. બાહ્ય સંજોગોથી શિથિલતામાં ના જ રહેવું ઘટે. સંયોગોમાં શિથિલ થઈ જાય છે આ તો.
એટલે જેવું થાય એવું આપણે જોયા કરવું, કે ચંદુભાઈની શી દશા થાય છે એ આપણે જોયા કરવાનું. વધઘટ, વધઘટ, ગુરુ લઘુ કહ્યુંને ? ગુરુ લઘુ નહીં ? આ અગુરુલઘુ સ્વભાવનું તો હોય નહીં, એટલે વધઘટ થયા
કરે.