________________
૧૧ ૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : જાણનાર કોણ ? અગુરુ ને અલઘુ !
વીંટીને કાટ ચઢતો હોય, તો સોનાની વીંટીને કાટ કેમ ચઢ્યો ? તો કહે, મહીં બીજી ભેળસેળ છે એટલે. આત્મા અગુરુલઘુ સ્વભાવનો છે. ક્રોધ-માન-માયા-લોભ એનો ગુણ નથી. બીજી કોઈ વસ્તુ છે આ. ખોળી કાઢો, કઈ વસ્તુ....
પ્રશ્નકર્તા ઃ અંદર પેસી ગઈ છે ? દાદાશ્રી : ત્યારે કહે, પૂરણ-ગલનનો સ્વભાવ છે એ. કોનો ? પ્રશ્નકર્તા પુદ્ગલનો પૂરણ-ગલનનો સ્વભાવ છે.
દાદાશ્રી : હા, પુદ્ગલ વધી જાય છે, ઘટી જાય છે. મોટું થાય છે, પૈડું થાય છે, આમ થાય છે, તેમ થાય છે તે આ બધો પુગલનો સ્વભાવ છે.
લોક તો પુદ્ગલ પર રાગ કરે છે, પણ મૂઆ જે કરમાવાનું છે તેની ઉપર શું રાગ કરે છે ? રાગ કરવો હોય તો અગુરુલઘુ સ્વભાવ ઉપર કરજો.
આત્મા અગુરુ-લધુ, અચેજેબલ સ્વભાવી
આ મન-વચન-કાયા તો વધેય ખરાં, ઘટેય ખરાં પાછાં. પછી ક્રોધમાન-માયા-લોભ વધે-ઘટે. વધી જાય, પાછા ઘટી જાય. આત્મા તેવો નથી. સેઈમ ડિઝાઈન (એક સરખો રહે), વધે-ઘટેય નહીં પાછો, હલકો થાય નહીં, વજનદાર થાય નહીં, તેનો તે જ. અનંત અવતાર થયા, ભટક્યો તોય પણ એમાં ફેરફાર ના થાય. અગુરુલઘુ સ્વભાવ. સહેજ પણ વધે નહીં, ઘટે નહીં, એમાં કોઈ ચેન્જ (ફેરફાર) ના થાય. ગમે તેવા કાળ બદલાય પણ ચેન્જ ના થાય અને આ જે ચેન્જ થાય છે એ જ માયા છે, એ બધું પુદ્ગલ છે.
ઘટે, વધે, ભારે થાય, હલકું થાય, પાતળું થાય, જાડું થાય એ બધું