________________
૯૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ને બહાર શાતા હોય, પણ આપણને મહીં શાતા રહે છે એ જ આત્મા. શાતા ખસે નહીં એ જ જોવું, બસ. બીજું કશું જોવું નહીં. શાતા ખસી કે ફરી શુદ્ધાત્માનું ગાયા કરવું, બીજા કશામાં પડવા જેવું જ નથી. સમભાવે ફાઈલોનો નિકાલ કરવો.
સુખ-દુઃખતી અસરોથી મુક્ત એ જ આનંદ પ્રશ્નકર્તા ઃ દાદા, સત્-ચિત્ત અને સ્વરૂપ સમજાય છે પણ આનંદ પકડમાં નથી આવતું.
દાદાશ્રી : એ તો અમારી આજ્ઞા પાળે તો નર્યો આનંદ જ હોય. આજ્ઞા પાળનાર જોઈએ. કોઈ દહાડોય ગૂંચાય નહીં ને આનંદ રહે.
તમને શું રહે છે ભઈ, “હું શુદ્ધાત્મા છું' એ રહે છે ?
પ્રશ્નકર્તા: હા, અખંડ(પણે). ગમે તેવા સંજોગોમાં ચિંતા-દુઃખ ના રહે પણ પરમ આનંદ સ્વરૂપ શું છે એ બરોબર હજુ પકડમાં આવતું નથી.
દાદાશ્રી : દુઃખમાં જે આનંદમય સ્થિતિ રહે, એનું નામ આનંદ કહેવાય.
પ્રશ્નકર્તા દુઃખ તો ઊડી જ જાય છે આમ.
દાદાશ્રી : એ જ આનંદ. આનંદ હોય ત્યારે સુખ ને દુઃખની અસરો ઊડી જાય, એનું નામ આનંદ. જગત વિસ્તૃત કરાવડાવે, એનું નામ આનંદ કહેવાય.
પ્રશ્નકર્તા: તો ઉદાસીનતા છે એને ને આનંદને કેટલું છેટું ?
દાદાશ્રી : બહુ છેટું. ઉદાસીનતા એ વૈરાગ્યમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે અને આનંદ તો જ્ઞાનની વસ્તુ. આ તો અમારા જ્ઞાનનું ફળ, તે ઉદાસીનતા જોઈ ના હોય તોય, વૈરાગ્ય જોયો ના હોય તોય. વધે-ઘટે તે આનંદ પાડોશીતો, સ્વાભાવિક તે આત્માતો
પ્રશ્નકર્તા ઃ ક્યારેક આનંદ-ઉલ્લાસનો અતિરેક થાય તો એ આત્માનો ?