________________
(૪) અનંત સુખધામ
એટલે હું તમને પ્રકાશ આપીશ, પણ તમે તમારે બહાર બેસો. ડખો ના કરશો અમારામાં. (તો) પોતાનો સાહજિક આનંદ રહે. એનો પાર વગરનો, ગજબનો આનંદ થાય છે ! ગજબ એટલે એનો કંઈ હિસાબ વગરનો.
ભગવાને કહ્યું છે કે સિદ્ધ ભગવાનનો એક મિનિટનો (આનંદ) આખા જગતના તમામ જીવોનો એક વરસ દહાડાનો, આનંદ ભેગો કરે તે એટલા બરાબર થાય છે. લ્યો, એક મિનિટમાં ! સિદ્ધ ભગવાનનો આવો આનંદ (તમને) નથી રહેતો ? તમે આઠમાં ભાગના સિદ્ધ થયેલા છો અને જો તમને કેટલું રહેવું જોઈએ, કે આ શરીર ભારરૂપ લાગ્યા કરવું પડે કે આ બોજો છે. આ ફાઈલ છે તે બોજો છે એવું જ લાગ્યા કરવું જોઈએ. કે આ બોજો છે, આનંદમાં કમી ના કરે એવો નિર્લેપ આત્મા આપ્યો છે. પછી કોઈની સહેજેય ભૂલ ના થાય. સાયન્સ છે આ તો. એક પરમાણુની ભૂલ થાય તો આખું સાયન્સ ફરી જાય છતાં તમારો આત્મા જતો રહેશે નહીં. માટે ફરી ફરી સેટ થાઓ. સીટ બદલાઈ જાય, લપસી જાય તો ફરી સેટ થાઓ, ફરી લપસી જાય તો ફરી સેટ થાઓ. પણ બહારનો મહેનતવાળો આનંદ એ પૌદ્ગલિક આનંદ છે, વિનાશી છે. પ્રયાસથી કરેલું પૌદ્ગલિક કહેવાય.
જે આપણું નથી તેને બાજુએ મૂકી દઈએ એટલે અનંત સુખ પ્રાપ્ત થાય છે. આ બધી પરભારી વસ્તુઓ, આત્મા સિવાય બીજી બધી પરભારી વસ્તુઓ. કોઈ વસ્તુ કોઈ દહાડો તમારી થવાની નથી. માટે આત્મા જે દાદાએ દેખાડ્યો છે તે આત્મા એ જ આપણું સ્વરૂપ અને એ જ મિલક્ત અને એમાં અનંત સુખનું ધામ છે. પોતાનું સુખધામપણું છે, તેમાં જ રહેવું.
સુખધામમાંથી મહીં બીજા કોઈ પરિણામ ઊભા થાય, શાતા ખસેને તો જાણવું કે શુદ્ધાત્માની બહાર નીકળ્યા. મહીં જે શાતા (નિરાકુળતા) રહે છે ને, મહીં રહે છે ને શાતા ?
પ્રશ્નકર્તા ઃ હા.
દાદાશ્રી : અને આ મને શું કહે છે ? બહાર બધેય ઉપાધિ રહે છે પણ મહીં શાતા જતી નથી. મેં કહ્યું, આખા જગતને મહીં અશાતા હોય