________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ચોખ્ખો, પ્યૉર આત્મા, શુદ્ધાત્મા છે. પછી નિર્લેપ છે, અસંગ છે. આટલી બધી સમજ પાડવા છતાં નિર્લેપતા અને અસંગતામાં ના રહી શકતા હોય તો સમજ તમારી કાચી પડી જાય છે, આટલું ગજબનું વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી !
કોઈ પણ પુસ્તક વાંચવું એટલે મહેનત કરી આનંદ થયો એ બધો પૌલિક આનંદ. મહેનત (કરીને) નહીં, સાહજિક આનંદ રહેવો જોઈએ. હાથ કાપે તો આનંદ ના જાય એવો સાહજિક આનંદ રહેવો જોઈએ. આ આત્મા કેવો આપ્યો છે ? સાહજિક આનંદવાળો આપ્યો છે. જેટલી તમને સમજ કાચી એટલો એનો આનંદ (તમે) લૂંટી શકતા નથી.
પ્રશ્નકર્તા: એ આનંદ તો રહે છે. એના માટે કંઈ વાંધો નથી.
દાદાશ્રી: તે એ આનંદમાં જ રહેવાનો પ્રયત્ન કરવો. બીજે ખોળવો નહીં અને બીજે જો કદી (કંઈ) વાંચવાનું થાય તો “ફાઈલ છે એમ માનીને વાંચો અને ફાઈલનો સમભાવે નિકાલ કરવો. આમાંથી આનંદ થયો એવું બોલ્યા કે તમારું આ જ્ઞાન ભ્રમિત થાય છે. એમાં આનંદ હોય જ નહીં. પુસ્તકમાં આનંદ હોય તો પુસ્તક લોકોને કૉમન (સામાન્ય) ના થઈ જાય. અને પુસ્તકનો આનંદ તો બે બહારવટિયાની વાતો વાંચે તેમાં વધારે આનંદ હોય છે. તેમાં તો ઊઠવાનું જ મન નથી થતું.
બહારથી કંઈ પણ આનંદ આવે એ આનંદ પૌદ્ગલિક છે. અને પોતાને કંઈ પણ વસ્તુ સિવાય આનંદ આવે, સાહજિક આનંદ, એમાં કિંચિત્માત્ર પ્રયત્ન પણ નહીં, અપ્રયાસ, એ સાચો પોતાનો આનંદ, એ જો ચાખ્યામાં રહેને તો ભરપ તૃપ્તિ રહે હંમેશાં. નિરંતર ! ભરપટ્ટે તૃપ્તિ. તે આપેલો છે તે ભાગને સમજીને એમાં આવોને ! માન્યતા બદલાતી હોય તો એ માન્યતાને ખસેડો કે ભઈ, તું મારા ઘરમાં ના આવીશ. તું છે તે ફોરેન છું, હોમ હોય તું. બહાર જા અહીંથી. ફલાણી (માન્યતા) આવી તો હોમમાં ના આવીશ, બહાર જા. તમે તમારા દેશમાં બેસો, અમને અમારા દેશમાં રહેવા દો. તમારું બધું અમે પાડોશી તરીકે ધ્યાન રાખીશું, કારણ કે તમે નિર્જીવ મૂઆ છો. તમારો સ્વયં પ્રકાશ નથી.