________________
(૪) અનંત સુખધામ
૯૧
એ વિનાશી સુખો છે ને આ તો અવિનાશી સુખ. અનંત પ્રકારના મોહ અને તેમાં “હું અનંત સુખધામ છું' એવું કહે છે. એટલે મારે બીજા મોહની જરૂર છે નહીં. આ તો ફસાયો છે, એમાંથી નીકળી જવાનું છે હવે.
સાહજિક-વિણ સાધતે પ્રાપ્ત આનંદ એ આત્માતો પ્રશ્નકર્તા: બરોબર છે, મોહનીયની સામે હું અનંત સુખધામ છું.
દાદાશ્રી: મોહનીય અનંત હોવાથી ભગવાને બતાવ્યું કે “મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું.” એ મોહનીય અનેક પ્રકારની એટલે કઈ કઈ પ્રકારની ? જે ત્યાગ કર્યો એ મોહનીય, પેલા કપડાં પહેરે છે એ મોહનીય, આત્મા સિવાય બધી જ મોહનીય. આ તપ-ત્યાગ બધાય મોહના પ્રકાર.
પ્રશ્નકર્તા તપ-ત્યાગ એ મોહનીય કહ્યું તો ધાર્મિક પુસ્તક વાંચવા તે પણ મોહનીયમાં જાય ? મને તો તે વાંચવામાં બહુ આનંદ આવે છે.
દાદાશ્રી : એટલે પુસ્તક વાંચતા જે આનંદ થયો એ પૌદ્ગલિક આનંદ છે અને તે ઊતરી જશે પાછો. આનંદ તો આપણા મહીંથી જ આવવો જોઈએ. એય, નિરંતર કશું વાંચવું ના પડે. આનંદનું તે સંગ્રહસ્થાન છે આખું બધું. સંગ્રહસ્થાન એટલે જે જોવા માગો એ બધું જોવાનું હોય ને પાછો આનંદ. હવે આ શાથી છે ? તો કહે નિર્લેપ આત્મા આપ્યો છે બધાને. પણ નિર્લેપ વાપરતા તો આવડવો જોઈએને બધાને ? તે વાપરવામાં ડિફેક્ટ (કચાશ), એકલી આ ડિફેક્ટ !
એટલે પુસ્તકમાંથી આનંદ ના આવવો જોઈએ, બિલકુલ ના આવવો જોઈએ. જુઓ. આપણો આનંદ કેવો છે કે પરમેનન્ટ આનંદ ! એટલે બહાર કંઈથી ઉછીનો લેવાનો નથી. કોઈની પાસે પ્રાપ્તિ કરવાની નથી. કોઈ મહેનત કરવાની નથી. વગર મહેનતનો આનંદ પોતાની પાસે પડેલો છે.
આ રિલેટિવ સ્ટેજનો માર્ગ ન્હોય. યૂ આર કમ્પ્લીટ આત્મા અને