________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
જે આકુળવ્યાકુળપણું આખી જિંદગી જે જોયું હોય તેનાથી મુક્ત હોય, નિરાકુળ હોય. મહીં ઠંડક લાગે.
અપ્રયાસ આનંદ માટે ત જરૂર કોઈ વસ્તુની પ્રશ્નકર્તા ઃ એ આનંદ વિષે વધુ સમજાવશો ?
દાદાશ્રી : આનંદ એટલે શું? કોઈ ચીજ)વસ્તુ વગર આનંદ થાય એવું. વસ્તુના આધારે જે આનંદ થાય એ સુખ કહેવાય. વસ્તુ વગર આનંદ થાય એ આનંદ એ જ ભગવાન છે. વસ્તુ વગરનો આનંદ તને કોઈ દહાડો થયેલો?
પ્રશ્નકર્તા : વસ્તુ વગર ન થાય આનંદ.
દાદાશ્રી : એટલે વસ્તુના આધારે આનંદ, એ તો વસ્તુ તો ના પણ હોય ત્યારે પછી આનંદનું શું થાય ? આનંદ વસ્તુ વગરનો હોય એવો જોઈએ, કે જેથી કરીને કંઈ મહેનત વગર એ પ્રાપ્ત થયા જ કરે ! વસ્તુ હોય તો એને તે લેવા જવું પડે બજારમાં. પરવળનું શાક હોય ને આપણને આનંદ થતો હોય તો બજારમાં લેવા જવું પડે, ને તે દહાડે ના મળે ત્યારે શું કરીએ પછી ? પૈસા ના હોય ત્યારે પરવળ શી રીતે લાવીએ ? એટલે એવો આનંદ-સુખ ભોગવવાનો અર્થ જ નહીંને ! મીનિંગલેસ ! અને જે સુખ થયા પછી દુઃખ જ આવે એને સુખ કહેવાય જ કેમ કરીને ? કારણ કે જે સુખનો અંત આવે એને સુખ કેમ કરીને કહેવાય ? તને શું લાગે છે ?
જગતની કોઈ વસ્તુ મળે નહીં અને આનંદ મળે તે આત્માનંદ કહેવાય. આનંદ તો મહીં પરમાનંદ હોવો જોઈએ, જાગૃતિપૂર્વકનો. મૂછ ના હોવી જોઈએ. સંપૂર્ણ જાગૃતિપૂર્વક આનંદ હોવો જોઈએ.
આનંદ અંદરથી આવવો જોઈએ. બહારથી, આંખોથી દેખીને આવે એવો ના જોઈએ. સનાતન આનંદ જોઈએ ! ચેતનનો આનંદ તો એકવાર આવે પછી પાછો જાય નહીં. ચેતનનો આનંદ સનાતન હોય !
સુખ અને આનંદનો સૂક્ષ્મ ભેદ વર્ણવ્યો જ્ઞાતીએ પ્રશ્નકર્તા: દાદા, આનંદ એટલે સુખ ના કહેવાય ?