________________
(૪) અનંત સુખધામ
એ આનંદ જે એનો મુખ્ય ગુણ છે, તે આનંદ ઉત્પન્ન થાય. એ આવરણ તૂટ્યું કે આનંદ થયો. એ પોતે નથી એવું છે જ નહીં, એ તો આખો જ છે. આ આવરણનો જ ડખો છે. તે આ જ્ઞાન આપીએને, તે આવરણ તૂટે એટલે અનુભવ થઈ જાય, સુખ ઉત્પન્ન થાય.
સિદ્ધોને દરેકે દરેક પ્રદેશ ખુલ્લા હોય. પ્રદેશ પ્રદેશે પોતાનું અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખ હોય ! પણ ક્યાં ગયું એ (આપણું) સુખ ? “સ્વરૂપજ્ઞાન મળ્યા પછી જેમ જેમ આત્મપ્રદેશો નિરાવરણ થતા જાય, તેમ તેમ આનંદ વધતો જાય.
મસ્તીનો આનંદ માતો, તિરાકુળ આનંદ આત્માતો
પ્રશ્નકર્તા : આત્માના ધ્યાન વખતે આનંદ ઉત્પન્ન થાય છે તેના વિશે સમજાવશો ?
દાદાશ્રી : આપણે કોઈ વસ્તુનું ધ્યાન કરીએ, આત્માનું ધ્યાન કરવા માંડ્યા, કોઈ માણસ તે ધ્યાતા, ધ્યેય આત્મા, તો પછી ધ્યાન ઉત્પન્ન થાય. એકાકાર થવું એનું નામ ધ્યાન કહેવાય અને ધ્યાનમાં આનંદ ઉત્પન્ન થાય. તે જાણે કે મને આ આત્માનો અનુભવ થયો. ન હોય તે આત્માનુભવ. આનંદ તો બે પ્રકારનો; મસ્તીનો આનંદ તે વ્યાકુળતાવાળો હોય અને નિરાકુળતાવાળો આનંદ એ સાચો આનંદ આત્માનો આનંદ. એટલે સનાતન આનંદ નિરાકુળતાવાળો.
પણ જ્યાં સુધી આત્મજ્ઞાન પામ્યો નથી ત્યાં સુધી મનનો આનંદ થાય. અને મનને આનંદ થાય તે થોડી વખત રહ્યો, ના રહ્યો પાછો. તે પેલા મનના આનંદમાં ને આત્માના આનંદમાં ફેર શું ? ત્યારે એ પેલો છે તે મસ્તીવાળો આનંદ હોય અને આ નિરાકુળ આનંદ હોય.
પ્રશ્નકર્તા: એટલે એનો અર્થ એ થયો કે મન જતું રહે તો જ આત્માનો આનંદ થાય.
દાદાશ્રી: મન બિલકુલ કામ કરતું બંધ થઈ જાય ત્યારે આત્માનો આનંદ શરૂ થઈ જાય. એટલે એ આત્માનો આનંદ નિરાકુળતાવાળો હોય.