________________
[૪]
અનંત સુખધામ અનંત સુખધામ સમજ્ય, ઓળખાય આત્મા પ્રશ્નકર્તા આત્માને ઓળખવાનું લક્ષણ શું?
દાદાશ્રી : ઓળખવાનું તો અવિનાશી પદ છે એ, અનંત સુખધામ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ. સુખ બહાર ખોળવા ના જવું પડે પોતાનું. અને દુઃખ તો છે જ નહીં.
આત્મા અનંત આનંદનું ધામ છે છતાં બહાર સુખ ખોળ ખોળ કરે છે. આ તો અંદર જ સુખ છે પણ બહાર જગતમાં બધા સુખ ખોળે છે, પણ સુખની વ્યાખ્યા જ નથી નક્કી કરતા. “સુખ એવું હોવું જોઈએ કે જેના પછી ક્યારેય પણ દુઃખ ના આવે.” એવું એકેય સુખ આ જગતમાં હોય તો ખોળી કાઢ, જા. શાશ્વત સુખ તો પોતામાં, સ્વમાં જ છે. પોતે અનંત સુખનું ધામ છે ને લોકો નાશવંત ચીજમાં સુખ ખોળવા નીકળ્યા છે !
આત્મા જાણતા જ ઉત્પન્ન થાય અતીન્દ્રિય સુખ
પ્રશ્નકર્તા: આત્માનું સુખ એ જ અતીન્દ્રિય સુખને ? એ કેવી રીતે પ્રાપ્ત થાય ?
દાદાશ્રી: હા, અતીન્દ્રિય સુખ તે કેવળ પોતાનું આત્માનું અનંત